AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોત પર ફિલ્મ બની રહી છે. શું આ ફિલ્મમાં શ્રીદેવીના મોત સાથે જોડાયેલા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે ? શ્રીદેવીનું દુબઈમાં મોત થયુ હતું. તેઓ પોતાની હોટેલના બાથરૂમમાં બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. જોકે આ સમગ્ર પ્રકરણને દુબઈ પોલીસ અકસ્માત ગણાવી ચુકી છે, પરંતુ સાઉથના ડાયરેક્ટર પ્રશાંત મૅમબુલી ‘શ્રીદેવી બંગલૉ’ […]

‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER
| Updated on: Jan 22, 2019 | 12:25 PM
Share

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોત પર ફિલ્મ બની રહી છે. શું આ ફિલ્મમાં શ્રીદેવીના મોત સાથે જોડાયેલા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે ?

શ્રીદેવીનું દુબઈમાં મોત થયુ હતું. તેઓ પોતાની હોટેલના બાથરૂમમાં બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. જોકે આ સમગ્ર પ્રકરણને દુબઈ પોલીસ અકસ્માત ગણાવી ચુકી છે, પરંતુ સાઉથના ડાયરેક્ટર પ્રશાંત મૅમબુલી ‘શ્રીદેવી બંગલૉ’ નામની બનાવી રહ્યા છે અને આ સાથે જ તેઓ વિવાદોમાં આવી ગયા છે.

આ પણ વાંચો : ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

આ પણ વાંચો : શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

શ્રીદેવીના પતિ બોની કપૂર આ વાતથી નારાજ છે. તેમણે પ્રશાંત મૅમબુલીને કાયદાકીય નોટિસ મોકલી છે, પરંતુ મૅમબુલીએ કહ્યું, ‘અમને બોની કપૂર તરફથી એક કાયદાકીય નોટિસ મળી છે. મેં બોની કપૂરને કહ્યુ હતું કે અમારી ફિલ્મ એક સસ્પેંસ થ્રિલર છે. તેમાં એક્ટ્રેસનું નામ ચોક્કસ શ્રીદેવી છે કે જે એક કૉમન નામ છે. આવું નામ કોઈનું પણ હોઈ શકે છે. આ નોટિસનો અમે સામનો કરીશું.’

પ્રિયા પ્રકાશ વૉરિયર કરશે ડેબ્યુ

શ્રીદેવી બંગલૉ ફિલ્મમાં સાઉથની હીરોઇન પ્રિયા પ્રકાશ વૉરિયર શ્રીદેવી નામનું પાત્ર ભજવી રહી છે. આ એ જ પ્રિયા છે કે જે પોતાની આંખોના મટકાં સાથે ઇંટરનેટ પર છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો : ભગવાન રામ બનવા માટે રીયલ લાઇફના રામ અરુણ ગોવિલે છોડવી પડી હતી પોતાના કૉલેજ કાળની આ કુટેવ

દરમિયાન ડાયરેક્ટર પ્રશાંત મૅમબુલીના સ્પષ્ટીકરણ છતાં ફિલ્મનું ટ્રેલર વિવાદોમાં આવી ગયું છે. ફિલ્મનું ટ્રેલર 1.49 મિનિટનું છે કે જેમાં પ્રિયા પ્રકાશનું નામ શ્રીદેવી છે. પ્રથમ પાત્રના કલાકાર બનવાની કહાણી છે. પછી આ એક્ટ્રેસનું બાથટબમાં ડૂબી જવાથી મોતનું સીન દર્શાવાયું છે. આ સીન જોઈને સ્પષ્ટ કહી શકાય કે શ્રીદેવી બંગલૉ ફિલ્મ શ્રીદેવીના મોતની આસપાસ જ ફરશે.

એમ તો ટ્રેલરમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે શ્રીદેવીની વાર્તા સાથે ફિલ્મનું કોઈ જોડાણ છે, પરંતુ ટ્રેલરમાં દર્શાવાયેલા દૃશ્ય સ્પષ્ટ ઇશારો કરે છે કે ફિલ્મમાં શ્રીદેવીના મોતને વટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ શ્રીદેવી બંગલૉ ફિલ્મનું ટીઝર :

https://dai.ly/x71345d

કોણ છે પ્રિયા પ્રકાશ વૉરિયર ?

મલયાલમ ફિલ્મોની સુંદર અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયર ગયા વર્ષે એક વીડિયોના કારણે ઇંટરનેટ સેંસેનલ બની ગઈ હતી. વીડિયોમાં તે માત્ર આંખો મટકાવતી હતી. આ વીડિયો બાદ તે બહુ ચર્ચામાં આવી ગઈ હતી.

તાજેતરમાં પ્રિયા પ્રકાશ વૉરિયરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં તે પોતાની આંખોની રમત કરી રહી છે. એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મીડિયાના લોકોએ તેને તેની ફિલ્મ ઓરૂ અદાર લવનું તે સીન કરવાનું કહ્યું કે જેનાથી તે દુનિયા ભરમાં વિખ્યાત બની ગઈ હતી, પ્રિયાએ તરત પોતાની આંખો સાથે રમત શરુ કરી દિધી અને આ વીડિયો પણ વાયરલ થઈ ગયો.

આપ પણ જુઓ પ્રિયા પ્રકાશ વૉરિયરનો આ નવો વાયરલ થયેલો વીડિયો :

https://www.instagram.com/p/Bs2lqQADLs_/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

[yop_poll id=743]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
g clip-path="url(#clip0_868_265)">