AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad News: વિકી કૌશલ-સારા અલી ખાનની ફિલ્મ ‘અશ્વત્થામા’એ 30 કરોડની ખોટ કરી, ફિલ્મ થઈ બંધ

ફિલ્મના નિર્માતા રોની સ્ક્રુવાલાએ આ પ્રોજેક્ટ પર લગભગ 30 કરોડનો ખર્ચ કર્યો છે અને જ્યારે તેણે ફિલ્મનું આખું બજેટ ઉમેર્યું ત્યારે તેને લાગ્યું કે આ ખૂબ જ ખર્ચાળ ફિલ્મ થઈ જશે.

Bad News: વિકી કૌશલ-સારા અલી ખાનની ફિલ્મ 'અશ્વત્થામા'એ 30 કરોડની ખોટ કરી, ફિલ્મ થઈ બંધ
વિકી કૌશલના ચાહકો માટે ખરાબ સમાચાર - તેની ફિલ્મ અશ્વત્થામા બંધ થઈ ગઈ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:33 PM
Share

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને સારા અલી ખાન (Sara Ali Khan) સ્ટારર ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ ઓફ અશ્વત્થામા’ ઘણાં સમયથી ચર્ચામાં છે અને હવે આ વખતે ફિલ્મ વિશે એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. જે વિક્કી કૌશલ અને સારા અલી ખાનના ચાહકોના દિલને ચોક્કસ તોડી નાખશે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે અત્યાર સુધી આ ફિલ્મ પર ખર્ચવામાં આવેલા 30 કરોડ રૂપિયા એક રીતે ધોવાઈ ગયા છે.

બજેટ વધતું રહ્યું 

બોલીવુડ હંગામાના સમાચારો અનુસાર ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ ઓફ અશ્વત્થામા’ હવે સંપૂર્ણપણે બંધ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના નિર્માતા રોની સ્ક્રુવાલાએ આ પ્રોજેક્ટ પર લગભગ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને જ્યારે તેણે ફિલ્મનું આખું બજેટ જોડ્યું ત્યારે તેમને લાગ્યું કે તે ખૂબ જ ખર્ચાળ ફિલ્મ થઈ જશે.

પરિસ્થિતિ પહેલાંથી જ વિકટ છે. કોરોનાને કારણે ફિલ્મો બિઝનેસ કરી શક્તી નથી. એવામાં જણાવવામાં આવી રહ્યું છે કે રોની સ્ક્રુવાલા રીસ્ક લેવાના મુડમાં નથી અને તે 30 કરોડનું નુક્સાન સહન કરી શકે એમ છે. પરંતુ ફિલ્મ નિર્માણ શરૂ કરીને વધારે રૂપિયાનું નુક્સાન સહન કરવાના મુડમાં નથી.

પ્રિ-પ્રોડક્શન પહેલા આટલો ખર્ચ કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ ફિલ્મની તૈયારી લગભગ 2 વર્ષથી ચાલી રહી હતી અને આ ફિલ્મનું નિર્દેશન કરી રહેલા આદિત્ય ધારે ઘણા સ્થળોની રેલી પણ કરી હતી. જેમાંથી ઘણાને શૂટિંગ માટે ફાઈનલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે નિર્માતાઓએ વીએફએક્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મ બનતા પહેલા કુલ 30 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હતો. આવી સ્થિતિમાં મેકર્સનું આ નુકસાન પણ પૂરતું છે.

વિકીની કારકિર્દીની સૌથી મોંઘી ફિલ્મ

ઘણાં અહેવાલો અનુસાર આ ફિલ્મ બંધ થાય છે તો વિકી કૌશલને પણ મોટું નુકસાન સહન કરવું પડશે. કારણ કે તે તેની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી મોંઘી અને સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી હતી. વિક્કી કૌશલ અને સારા અલી ખાન આ ફિલ્મમાં પ્રથમ વખત સાથે કામ કરવા જઈ રહ્યા હતા. જે માટે કલાકારો અને તેમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.

થોડા સમય પહેલા વિકીએ પોતાના લુક ટેસ્ટની તૈયારી કરતી વખતે એક તસવીર પણ શેર કરી હતી. જેમાં ફિલ્મના દિગ્દર્શક પણ તેમની સાથે હતા.આ તસવીર પરથી સ્પષ્ટ હતું કે વિકી આ ફિલ્મથી કેટલો ખુશ છે, પરંતુ હવે ફિલ્મ બંધ થયા બાદ વિક્કી માટે આંચકો છે.

મેકર્સે કલાકારોને અન્ય પ્રોજેક્ટમાં કામ કરવાની સલાહ આપી 

એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વિકી અને સારા સિવાય મેકર્સે બાકીના કલાકારોને પણ કહ્યું છે કે તેઓ કોઈ અન્ય પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. અભિનેતાઓએ આ ફિલ્મ માટે જે તારીખો રાખી હતી, તે હવે બીજી ફિલ્મ માટે આપી શકે છે. જો આપણે વિક્કીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે સરદાર ઉધમ સિંહમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

આ સિવાય તે માનકેશૉની બાયોપિકમાં પણ જોવા મળશે. ફિલ્મનો તેનો લુક પહેલાથી જ વાયરલ થઈ ગયો છે. જ્યારે સારા અલી ખાન પાસે પણ ઘણા પ્રોજેક્ટ્સ હાથ પર છે. તે અક્ષય કુમાર સાથે અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે. સાઉથ સ્ટાર ધનુષ પણ તેની સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

જો કે હજી સુધી ટીમ અથવા ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ ઓફ અશ્વત્થામા’ના નિર્માતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ લોકો હજુ પણ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે જો ફિલ્મ હાલમાં બંધ  થઈ હોય તો પણ આગળ બધુ ઠીક થવા પર ફરી શરૂ થશે કે કેમ ?

આ પણ વાંચો  : Bigg Boss OTT : શમિતા શેટ્ટીની તુલના થઈ બહેન શિલ્પા શેટ્ટી સાથે, જાણો બંને બહેનો માટે શું આવી કોમેન્ટ

મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
g clip-path="url(#clip0_868_265)">