વિક્કી કૌશલે આનંદ એલ રાયને તેની આગામી ફિલ્મમાં કાસ્ટ કરવા કરી વિનંતી, દિગ્દર્શકે આપ્યો મજેદાર જવાબ

વિક્કી કૌશલે આનંદ એલ રાયને તેની આગામી ફિલ્મમાં કાસ્ટ કરવા કરી વિનંતી, દિગ્દર્શકે આપ્યો મજેદાર જવાબ
Vicky Kaushal And Anand L. Ray (File photo)

વિક્કી કૌશલે (Vicky Kaushal) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં વિક્કીએ આનંદ એલ રાયની (Anand L Rai) ફિલ્મ 'અતરંગી રે' ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થતી જોઈને તેની પ્રતિક્રિયા શેર કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 09, 2022 | 10:31 AM

વિક્કી કૌશલ (Vicky Kaushal) હાલમાં ચર્ચામાં છે. ગત વર્ષના છેલ્લા કેટલાક મહિનામાં વિક્કી-કેટરીના સાથેના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ દરમિયાન તેણે પ્રખ્યાત નિર્દેશક આનંદ એલ રાયને (Anand L Rai) તેની આગામી ફિલ્મમાં તેને કાસ્ટ કરવા વિનંતી કરી છે. વિકકીએ આ વાત રૂબરૂ નહીં પણ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કરી છે. આનંદ એલ રાયે પણ તેમની આ વિનંતીનો મજેદાર જવાબ આપ્યો છે.

વાસ્તવમાં વિક્કી કૌશલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં વિક્કીએ આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થતી જોઈને તેની પ્રતિક્રિયા શેર કરી હતી. તેમાં તેણે માત્ર ફિલ્મ અને ફિલ્મના એક્ટર જ નહીં આ સાથે જ આનંદ એલ રાયને તેની આગામી ફિલ્મમાં તેને કાસ્ટ કરવા વિનંતી કરી છે. વિક્કીની આ સ્ટોરીમાં અતરંગી રેનું પોસ્ટર અને તેનું ગીત પણ લગાવવામાં આવ્યું હતું. વિક્કી આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયો છે.

વિક્કીએ તેની સ્ટોરીમાં લખ્યું છે કે કેટલી સુંદર ફિલ્મ છે! સારા અલી ખાનનું પાત્ર ભજવવું મુશ્કેલ હતું અને તમે તેને કેટલું સારું ભજવ્યું છે. ધનુષ તું જીનિયસ છે. અક્ષય કુમારે તો રુંવાડા ઉભા કરી દીધા. આનંદ એલ રાય સર કૃપા કરીને મને તમારી આગામી ફિલ્મમાં કાસ્ટ કરો. આનંદ એલ રાયને કરવામાં આવેલી આ વિનંતી પર તેણે સ્ટોરી પર જવાબ પણ આપ્યો છે કે ધન્યવાદ મારા ભાઈ અને તમને કાસ્ટ કરવામાં આવશે નહીં, તમે જ્યારે પણ કરશો ત્યારે તમે કહાની બની જશો.

‘અતરંગી રે’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે

તમને જણાવી દઈએ કે ‘અતરંગી રે’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે OTT પર સૌથી વધુ જોવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. તે જ સમયે વિક્કી તેની આગામી ફિલ્મો માટે તૈયાર છે. તેની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના કેટલાક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા. વિક્કીએ ગયા વર્ષે ‘ઉધમ સિંહ’માં શાનદાર કામ કર્યું હતું.

આ પણ વાંચો : Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો

આ પણ વાંચો : દિલ્હી AIIMSમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 200 મેડિકલ સ્ટાફ સંક્રમિત, 1 અઠવાડિયામાં 400 આરોગ્ય કર્મચારી કોરોનાની ઝપેટમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati