AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vicky Kaushal Net Worth: વિક્કી કૌશલની પાસે છે કરોડોની સંપત્તિ, જાણો કઈ કારના શોખીન છે અભિનેતા

વિક્કી કૌશલે તાજેતરમાં જ પોતાના માટે એક મોટી રેન્જ રોવર ગાડી ખરીદી છે. જેની તસ્વીર તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે અભિનેતાની પાસે મર્સિડીઝ બેન્ઝ જીએલસી એસયુવી કાર પણ છે.

Vicky Kaushal Net Worth: વિક્કી કૌશલની પાસે છે કરોડોની સંપત્તિ, જાણો કઈ કારના શોખીન છે અભિનેતા
Vicky Kaushal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 12:01 AM
Share

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) તેમની ફિલ્મ્સ અને પર્સનલ લાઈફને લઈને હાલમાં ચાહકો વચ્ચે ઘણા ચર્ચામાં રહે છે. વિક્કી કૌશલનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. જ્યાં તે બોલિવૂડના ફેમસ સ્ટંટ ડિરેક્ટર શામ કૌશલના પુત્ર છે. વિક્કી કૌશલે રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો છે. વિક્કી કૌશલને શરૂઆતથી જ ફિલ્મોમાં કરિયર બનાવવું હતું, જેના કારણે તેમણે અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

જે પછી તે પ્રથમ વખત ફિલ્મ ‘મસાન’ (Masaan)માં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ આ ફિલ્મમાં આપણને ખૂબ જ સારી શૈલીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ બન્યા પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી, આજે અમે એક્ટરની નેટવર્થ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એક અહેવાલ અનુસાર અભિનેતાની કુલ નેટવર્થ 3 મિલિયન ડોલર છે. ભારતમાં આ રકમ આશરે 22 કરોડ જેટલી છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ દર વર્ષે 3 કરોડ રૂપિયા કમાય છે. વિક્કી કૌશલ આ દિવસોમાં દરેક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વર્ષ 2018માં અભિનેતા આપણને રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’ (Sanju)માં જોવા મળ્યા હતા. તે જ સમયે, 2018માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘રાઝી’ (Raazi)એ બોલીવુડ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ધમાલ મચાવી હતી.

આ ફિલ્મમાં આપણને તેમની સાથે આલિયા ભટ્ટ (Alia Bhatt) જોવા મળી હતી. અભિનેતાની ફિલ્મી કારકિર્દી આજકાલ મજબૂત બની રહી છે. જેના કારણે દર્શકો તેમને તેમની આગામી ફિલ્મોમાં જોવા માટે ઉત્સુક છે.

વિક્કી કૌશલની ગાડીઓ

વિક્કી કૌશલે તાજેતરમાં જ પોતાના માટે એક મોટી રેન્જ રોવર ગાડી ખરીદી છે. જેની તસ્વીર તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે અભિનેતા મર્સિડીઝ બેન્ઝ જીએલસી એસયુવી કારની માલિકી ધરાવે છે. વિક્કી મુંબઈના અંધેરી વિસ્તારમાં પ્રખ્યાત બિલ્ડિંગ ઓબેરાય સ્પ્રિંગ્સમાં રહે છે. અહીં તે તેમના આખા પરિવાર સાથે રહે છે.

વિક્કી કૌશલને તેમની ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019) (Uri: The Surgical Strike) માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. આગામી દિવસોમાં આપણે ઘણી મોટી ફિલ્મોમાં વિક્કી કૌશલને જોવા જઈ રહ્યા છીએ. જેના કારણે તે પ્રેક્ષકોમાં ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો:  Dhaakadમાં કંગના રનૌત ભજવશે સ્પેશિયલ એજન્ટની ભૂમિકા, અભિનેત્રીએ ચાહકો માટે શેર કર્યો પોતાનો લુક

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">