Vikram Gokhale Death : દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન, ઘણા સમયથી હતા બીમાર
દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું (Vikram Gokhale) આજે શનિવારે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. વિક્રમ ગોખલેએ હમ દિલ દે ચૂકે સનમ અને દે દનાદન સહિત 40 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. વિક્રમ ગોખલેએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
Vikram Gokhale Death News: ફેમસ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. વિક્રમ ગોખલેની હાલત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. તેના ફેન્સ તેના માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા. તેમની પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ પરિવાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ હવે વિક્રમ ગોખલે આપણી વચ્ચે નથી. આ સમાચાર બાદ તેના ફેન્સને ઘણો આઘાત લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે બુધવારે એક્ટરના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. જે બાદ તેમની પત્ની વૃષાલી ગોખલેએ ગુરુવારે સવારે આ સમાચારને અફવા ગણાવી હતી. લોકોને લેટેસ્ટ અપડેટ આપવાની સાથે માહિતી પણ આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે તે કોમામાં છે. એક્ટરના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, ઘણી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.
યાદ આવશે વિક્રમ ગોખલે
વિક્રમ ગોખલેએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1971માં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘પરવાના’થી કરી હતી. વિક્રમ ગોખલેએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી હતો. તેમને ‘ભૂલ ભુલૈયા’, ‘મિશન મંગલ’, ‘દે દાના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’, ‘અગ્નિપથ’ અને હમ દિલ દે ચૂકે સનમ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. વિક્રમ ગોખલેના કેટલાક પાત્રો હંમેશા યાદ રહેશે. વિક્રમ ગોખલે છેલ્લે શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની સાથે ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા.
વિક્રમ ગોખલેની આ 5 ફિલ્મોને ભૂલી નહીં શકો
સલીમ લંગડે પે મત રો: સઈદ અખ્તર મિર્ઝાની ફિલ્મને વિક્રમ ગોખલેએ યાદગાર બનાવી હતી. આ ફિલ્મમાં વિક્રમે લીડ એક્ટર સલીમના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
હમ દિલ દે ચૂકે સનમઃ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં વિક્રમે પંડિત દરબાર અને ઐશ્વર્યા રાયના પિતાની ભૂમિકા ભજવી હતી. તેની કડક શિસ્તે સલમાન અને ઐશ્વર્યાને અલગ કરી દીધા હતા. આ ફિલ્મ દર્શકોને હંમેશા યાદ રહેશે.
આઘાત : આ ફિલ્મમાં વિક્રમ ગોખલેએ ડો. ખુરાનાની ભૂમિકા ભજવી હતી. તેમને આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. આ તેની પ્રથમ ફિલ્મ હતી જેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
અનુમતિ : આ ફિલ્મમાં વિક્રમ ગોખલેનો શાનદાર અભિનય હંમેશા યાદ રહેશે. ફિલ્મમાં રીમા લાગુ, નીના કુલકર્ણી અને સુબોધ ભાવે જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ ગજેન્દ્ર આહીરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને ન્યૂયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે વિક્રમ ગોખલેને નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ભુલ ભુલૈયાઃ તમને અક્ષય કુમારની ફિલ્મ ભુલ ભુલૈયા તો યાદ જ હશે. આ ફિલ્મમાં વિક્રમ ગોખલેએ શ્રી યજ્ઞપ્રકાશજી ભારતી નામની વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે.