AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day : Reel થી Real કેમ ન થઈ શકી રેખા-અમિતાભની લવ સ્ટોરી ? જયાના એક જવાબે બન્નેને કરી દીધા અલગ

અમિતાભ અને રેખાએ છેલ્લી વખત સાથે ફિલ્મ 'સિલસિલા' કરી હતી. તેમાં જયા બચ્ચન પણ હતી. એવું પણ કહેવાય છે કે ફિલ્મ 'સિલસિલા' અમિતાભ, રેખા અને જયાની રિયલ લાઈફ સ્ટોરી છે.

Valentine's Day : Reel થી Real કેમ ન થઈ શકી રેખા-અમિતાભની લવ સ્ટોરી ? જયાના એક જવાબે બન્નેને કરી દીધા અલગ
Rekha Amitabh love story
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 2:08 PM
Share

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બ્યુટી ક્વીન રેખાની લવસ્ટોરીની આજે પણ ચર્ચા થતી રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન અને રેખાને બોલિવૂડના સૌથી હોટેસ્ટ કપલ કહેવામાં આવતા અને તેમની લવસ્ટોરીની ભારે ચર્ચા થઈ હતી અને આજે પણ થઈ રહી છે. કહેવાય છે કે બંને એકબીજાને છૂપી રીતે પ્રેમ કરતા હતા. આ જોડીએ મોટા પડદા પર એક પછી એક હિટ ફિલ્મો આપી છે તેમજ કહેવામાં આવી રહ્યું છે તેઓ ફિલ્મના કામ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા.

જેનો સ્વિકાર ખુદ રેખાએ પણ કર્યો છે. તેમજ કેટલાય રિયાલીટી શોમાં રેખા અમિતાભને લઈને તેમના પ્રેમનો સ્વીકાર કરતા રહ્યા છે. ત્યારે એવુ તો શું થયુ કે બન્નેના પ્રેમમાં જયા વિલન બની અને બન્ને હંમેશા માટે એકબીજાથી અલગ થઈ ગયા ?

આ રીતે થઈ હતી પ્રેમની શરુઆત

અમિતાભે રેખા સાથેના પ્રેમની વાત ક્યારેય સ્વીકારી ન હતી, પરંતુ રેખા તેમને અત્યાર સુધી પોતાના જ માને છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ દો અંજાને વર્ષ 1976માં આવી હતી અને આ ફિલ્મથી અમિતાભ-રેખાએ એકબીજાને ‘જાણવા-ઓળખવાની’ શરૂઆત કરી હતી. લોકોને તેમની કેમિસ્ટ્રીનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’ના સેટ પર રેખા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું ત્યારે અમિતાભ ગુસ્સે થઈ ગયા. આ પછી બંને વચ્ચેના સંબંધોને લઈને ભારે ચર્ચા થઈ હતી.

શું જયા બન્નેની લવ સ્ટોરીમાં બની વિલન?

તેમના અફેરના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને જયા બચ્ચનના કાન સુધી પહોંચ્યા. એકવાર જ્યારે અમિતાભ ઘરે ન હતા ત્યારે જયાએ રેખાને પોતાના ઘરે જમવા બોલાવી હતી. તે સમયે રેખાને લાગ્યું કે કદાચ તેને ઘણી અપશબ્દો સાંભળવા મળશે, પરંતુ તેની સાથે ખૂબ જ સન્માન કરવામાં આવ્યું. રેખા જ્યારે પરત ફરી રહી હતી ત્યારે જયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, તે અમિતને ક્યારેય નહીં છોડે. જયાની વાતનો સ્પષ્ટ અર્થ હતો કે રેખા ક્યારેય અમિતાભની નહીં બની શકે. જોકે આ પ્રેમનો સ્વીકાર હંમેશા રેખા જ કરતી રહી છે પણ મામલે અમિતાભ હંમેશા ચૂપ રહ્યા છે.

સિલસિલામા ત્રણેયની રિયલ લાઈફ સ્ટોરી

અમિતાભ અને રેખાએ છેલ્લી વખત સાથે ફિલ્મ ‘સિલસિલા’ કરી હતી. તેમાં જયા બચ્ચન પણ હતી. એવું પણ કહેવાય છે કે ફિલ્મ ‘સિલસિલા’ અમિતાભ, રેખા અને જયાની રિયલ લાઈફ સ્ટોરી છે. આ પછી રેખા અને અમિતાભ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. આજે પણ જો બંને ક્યાંક સાથે જોવા મળે તો એકબીજાની નજરો ફેરવી લેતા હોય છે.

કેવી રીતે સત્ય બહાર આવ્યું?

ફિલ્મ સિલસિલાના ડાયરેક્ટર યશ ચોપરાએ બંને વચ્ચેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. તે જ સમયે, એક ઇન્ટરવ્યુમાં રેખાએ તેના અને અમિતાભ બચ્ચનના સંબંધો વિશે એક મોટો ખુલાસો કર્યો હતો. રેખાએ કહ્યું હતું કે, ‘મારે શું જોઈએ છે તેની કોઈને પરવા નથી. હું તો એક બીજી સ્ત્રી છું. જેમાં જયાનું નામ લીધા વિના તેણે કહ્યું હતું કે સામેની વ્યક્તિ બધાની નજરમાં બેચારી બની ગઈ છે. આવી વ્યક્તિ સાથે એક છત નીચે કેવી રીતે રહી શકાય, જ્યારે તેને ખબર હોય કે તેની સાથે રહેતો વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે. અને તેની આ વાતથી સ્પષ્ટ થઈ ગયું હતુ કે તે અમિતાભને પ્રેમ કરે છે પણ આ અંગે આજ સુધી અમિતાભ ચૂપ રહ્યા છે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">