Upcoming Web Series : દિવાળી પહેલા OTT પર આવી રહી છે ‘કોલ માય એજન્ટ’થી લઈને ‘હમ દો હમારે દો’ જેવી અનેક ફિલ્મો અને વેબસીરીઝ, જુઓ લિસ્ટ
દિવાળી પહેલા અને ઑક્ટોબરના છેલ્લા શુક્રવારે OTT પર ઘણી બધી શાનદાર ફિલ્મો અને વેબસીરીઝ આવી રહી છે.
Upcoming Web Series And Films : કોરોના મહામારી બાદ થિયેટરો ખોલવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. થિયેટરો ખોલવાની પરમિશન મળતા જ નિર્માતાઓએ રિલીઝની રાહ જોઈ રહેલી ફિલ્મોની રિલીઝ ડેટ બુક કરી લીધી છે.
લગભગ દોઢ વર્ષથી વધુ સમય બાદ લાંબા અંતરાલ બાદ થિયેટર ધમધમવા જઈ રહ્યા છે. તો બીજી ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજનનો સિલસિલો સતત ચાલુ રહે છે. OTT પર દર અઠવાડિયે શાનદાર મૂવીઝ અને વેબસિરીઝ રિલીઝ થઈ રહી છે. દિવાળી પહેલા અને ઑક્ટોબરના છેલ્લા શુક્રવારે OTT પર ઘણી બધી શાનદાર ફિલ્મો અને સિરીઝ આવી રહી છે.
આવો જાણીએ કંઈ ફિલ્મો અને વેબસીરીઝ થશે રિલીઝ
કોલ માય એજન્ટ : કોલ માય એજન્ટ વેબસીરીઝ 27 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર આવી રહી છે. આ વેબસીરીઝની વાર્તા ડૂબતી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની આસપાસ ફરે છે. આ સિરીઝમાં રજત કપૂર, આહાના કુમરા, સોની રાજંદન લીડ રોલ નિભાવી રહ્યા છે.
ગિરગિટ : ગિરગિટ વેબ સિરીઝ MX પ્લેયર પર 27મી ઓક્ટોબરે રિલીઝ થશે. ગિરગિટની વાર્તા રણબીર અને જ્હાન્વી નામના કપલની આસપાસ ફરે છે. સંતોષ શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ક્રાઈમ થ્રિલર વેબસીરીઝમાં તૃપ્તિ ખમકર, નકુલ રોશન સહદેવ, તાનિયા કાલરા અને અશ્મિતા જગ્ગી લીડ રોલમાં જોવા મળશે.
ડીબુક : ઈમરાન હાશ્મી અને નિકિતા દત્તાની હોરર-થ્રિલર ડીબુક- ધ કર્સ ઈઝ રિયલ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે. તે એઝરા નામની મલયાલમ ફિલ્મની ઓફિશિયલ રીમેક છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ મેરેડોના-બ્લેસ્ડ ડ્રીમ 29 ઓક્ટોબરે રિલીઝ થશે. જે ફૂટબોલ લિજેન્ડ ડિએગો મેરાડોનાની બાયોપિક છે.
આફત-એ-ઇશ્ક : આફત-એ-ઇશ્ક 29 ઓક્ટોબરે Zee5 પર રિલીઝ થવાની છે. આ બ્લેક કોમેડીનું નિર્દેશન ઇન્દ્રજિત નટ્ટોજીએ કર્યું છે તો નેહા શર્મા લીડ રોલમાં છે. જ્યારે દીપક ડોબરિયાલ, અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ પણ લીડ રોલ નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ 2015માં રિલીઝ થયેલી લોકપ્રિય હંગેરિયન ફિલ્મ ‘લિઝા, ધ ફોક્સ-ફેરી’નું ભારતીય રૂપાંતરણ છે.
હમ દો હમારે દો :
હમ દો હમારી દો ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રાજ કુમાર રાવ અને કૃતિ સેનન લીડ રોલ વાળી આ ફિલ્મ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝન દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે સ્ત્રી, બાલા, લુકા છુપી, રૂહી અને મીમી જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મમાં પરેશ રાવલ, રત્ના પાઠક અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળશે.
આ પણ વાંચો : Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ
આ પણ વાંચો : WHO કોવેક્સિનને ક્યારે આપશે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ? આજે બેઠકમાં કરવામાં આવશે વિચાર