AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂણેમાં સ્વતંત્રતા દિવસે તિરંગાનું અપમાન કરવા બદલ સિંગર વિરુદ્ધ થઈ FIR, જુઓ Viral Video

રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ સિંગર ઉમા શાંતિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક મહિલા સ્ટેજ પર પોતાના હાથમાં તિરંગા લહેરાવતી જોવા મળે છે અને પછી તે તેને દર્શકો તરફ ફેંકી દે છે.

પૂણેમાં સ્વતંત્રતા દિવસે તિરંગાનું અપમાન કરવા બદલ સિંગર વિરુદ્ધ થઈ FIR, જુઓ Viral Video
Disrespecting Tricolour on independence day Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:30 PM
Share

Pune : આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરી રહ્યો હતો. ત્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ સિંગર ઉમા શાંતિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક મહિલા સ્ટેજ પર પોતાના હાથમાં તિરંગા લહેરાવતી જોવા મળે છે અને પછી તે તેને દર્શકો તરફ ફેંકી દે છે.

15 ઓગસ્ટે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા. સમગ્ર દેશમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોથી લઈને તમામ મોટા સ્ટાર્સે આ ખાસ દિવસની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા દ્વારા ખુશી વ્યક્ત કરી. આ દરમિયાન એક સિંગર પર ભારતીય તિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આ અંગે પોલીસમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

આ રીતે થયુ ભારતના ત્રિરંગાનું અપમાન

જે સિંગર પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તે યુક્રેનની ઉમા શાંતિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે. 14 ઓગસ્ટના રોજ તે મુંડવા વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં મ્યુઝિક બેન્ડ સાથે પરફોર્મ કરી રહી હતી.

તે દરમિયાન તેણે કંઈક એવું કર્યું જે તેના માટે સમસ્યા બની ગયુ.  તે પોતાના બંને હાથમાં ત્રિરંગો લહેરાવતી વખતે પરફોર્મ કરી રહી હતી. અને પછી અચાનક તેણે દર્શકો તરફ ત્રિરંગો ફેંકી દીધો.

આ પણ વાંચો : Heart of Stone : પ્રેગ્નેન્સી દરમિયાન આલિયા ભટ્ટે હવામાં લટકીને કર્યા સ્ટંટ, Video જોઈને થઈ જશો હેરાન

ઉમા શાંતિ અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર વિરુદ્ધ ત્રિરંગાનું અપમાન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ અને પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ પ્રાઈડ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિરુદ્ધ નોટિસ પણ જારી કરવામાં આવી છે, જેથી બંનેની ઘટના અંગે પૂછપરછ થઈ શકે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે આ જ ઘટના દરમિયાન જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક મહિલા સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. તેના બંને હાથમાં તિરંગા છે અને તે તેને લહેરાવી રહી છે. સ્ટેજની નીચે મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. તે જ સમયે, તે મહિલા અચાનક દર્શકો તરફ ત્રિરંગો ફેંકી દે છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે, તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">