Heart of Stone : પ્રેગ્નેન્સી દરમિયાન આલિયા ભટ્ટે હવામાં લટકીને કર્યા સ્ટંટ, Video જોઈને થઈ જશો હેરાન
Heart of Stone: એક્ટ્રેસ આલિયા ભટ્ટનો (Alia Bhatt) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હોલિવુડની ડેબ્યૂ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં તેની કો-એક્ટ્રેસ ગેલ ગેડોટ સાથે હવામાં સ્ટંટ કરતી જોવા મળી રહી છે. હેરાનની વાત એ છે કે આલિયા શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્ટ હતી.
રોકીની ‘રાની’ આલિયા ભટ્ટનો (Alia Bhatt) જાદુ માત્ર બોલિવુડમાં જ નહીં હોલીવુડમાં પણ ચાલી રહ્યો છે. હાલમાં જ રીલિઝ થયેલી આલિયા ભટ્ટની હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં એક્ટ્રેસે શાનદાર સ્ટંટ કર્યા છે. આલિયા ભટ્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્ટ હતી, પરંતુ આલિયાએ સ્ટંટ શૂટિંગમાં કોઈ કસર બાકી રાખી નથી. આ મુશ્કેલ સમયમાં પણ આલિયા ભટ્ટે ઘણા સ્ટંટ સીન કર્યા. આલિયા ભટ્ટનો હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે હવામાં સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
(VC: varindertchawla instagram)
હવામાં લટકતા સ્ટંટ કરતી જોવા મળી આલિયા ભટ્ટ
વીડિયોની શરૂઆત સ્ટંટ સિક્વન્સ સાથે થાય છે. વીડિયોમાં આલિયા અને ગેલ ગડોટ હવામાં લટકતા જોવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટ એક સીનમાં સ્કાઈડાઈવ કરતી જોવા મળી રહી છે. આલિયાએ ફિલ્મ અને શૂટિંગ સાથે જોડાયેલા એક્સપીરિયન્સને શેર કરતા કહ્યું કે આ ફિલ્મ સાથે તેની લાઈફમાં પહેલીવાર ઘણી વસ્તુઓ થઈ રહી છે. આ તેની ‘પહેલી’ હોલીવુડ ફિલ્મ હતી. હાર્ટ ઓફ સ્ટોન આલિયાની પહેલી એક્શન ફિલ્મ હતી અને આલિયાની પહેલી પ્રેગ્નન્સી દરમિયાન શૂટિંગ થયું હતું.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ હતી જ્યારે હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ કરી રહી હતી. આલિયા ભટ્ટે પહેલીવાર તેની પ્રેગ્નેન્સી વિશે કહ્યું તેનું નામ ગેલ ગેડોટ હતું. સેટ પર તેના તમામ કો-સ્ટાર્સ આલિયાની ખૂબ ધ્યાન રાખતાં હતા. હાર્ટ ઓફ સ્ટોન એક સ્પાય-થ્રિલર છે. આલિયા ભટ્ટ પણ ટોમ હાર્પરના ડાયરેક્શનમાં બનેલી હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળી છે. તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાની બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે. કરણ જોહરના ડાયરેક્શનમાં બનેલી રોકી ઔર રાની સતત સારી કમાણી કરી રહી છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો