Twinkle khanna એ દિલ્હી અને પંજાબમાં મોકલ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, ટ્વીટ દ્વારા આપી માહિતી

|

May 17, 2021 | 3:25 PM

બોલીવુડ અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્ના કોરોના સંક્રમિતોની મદદ કરવા આગળ આવી છે. તેમણે તેમના પતિ અક્ષય કુમાર સાથે મળીને 100 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું વિતરણ કર્યું છે.

Twinkle khanna એ દિલ્હી અને પંજાબમાં મોકલ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, ટ્વીટ દ્વારા આપી માહિતી
Twinkle Khanna

Follow us on

અભિનેત્રીથી રાઈટર બનેલી ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) એ તાજેતરમાં જ કોવિડ-19 સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે તેમના પતિ અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મળીને 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર વિતરણ કરવાની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પોતાનું વચન પાળ્યું હતું. ટ્વિંકલે તેમના સોશ્યલ મીડિયા (Social Media) અકાઉન્ટ પર પંજાબ (Punjab) અને દિલ્હી (Delhi) માં ઓક્સિજન કન્સન્ટ્રેટરની ત્રીજું ખેપ વિતરિત કરવાની તસ્વીરો શેર કરી છે.

આ અગાઉ, તેમણે દિલ્હીમાં કોવિડ-19 થી પીડિત દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી હતી. પોતાના ટ્વીટમાં, તેમણે તે સંસ્થાઓનો આભાર માન્યો છે, જેમણે કોરોના દર્દીઓની મદદ માટે હાથ મિલાવ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તેમણે કહ્યું કે ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ત્રીજો લોટ તૈયાર છે. એક તસ્વીર શેર કરતી વખતે તેમણે લખ્યું, “અમારો ત્રીજી ખેપ દિલ્હીના દર્દીઓમાં વહેંચવામાં આવશે.” બીજી એક તસવીર શેર કરતી વખતે તેમણે લખ્યું કે, “ખાલસા એઇડની મદદથી વધુ એક લોટ પંજાબના દર્દીઓ માટે મોકલવામાં આવશે.”

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) એ તાજેતરમાં કોરોના સંક્રમિતો માટે 250 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું વિતરણ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એનજીઓની મદદથી 250 ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેની સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું. હું દૈવિક ફાઉન્ડેશન અને તે બધાની આભારી છું જેમણે મારી મદદ કરી.”

 

લોકોએ આપી પ્રતિક્રિયા

ઘણા લોકોએ ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “તમે એક મહાન કામ કરી રહ્યા છો. આ સમયે લોકોને મદદ કરવાની જરૂર છે.” બીજા એક યુઝરે લખ્યું, “આપણે સાથે મળીને આ રોગચાળાથી લડવું પડશે.” તે જ સમયે, એક યુઝરે ટ્વિંકલની પ્રશંસા કરતા લખ્યું, “તમે હંમેશાં લોકોની મદદ કરવા માટે આગળ આવો છો. સારું કામ કરતા રહો.”

 

આ પણ વાંચો :- ‘ધ કપિલ શર્મા શો’ ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- ‘બેરોજગાર છું ‘ 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

Next Article