‘ધ કપિલ શર્મા શો’ ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- ‘બેરોજગાર છું ‘ 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું

કપિલ શર્માના શોમાં ભૂરીનો રોલ કરીને પ્રખ્યાત બનેલી સુમોના ચક્રવર્તીએ ખુલાસો કર્યો છે કે તેની પાસે કામ નથી.

'ધ કપિલ શર્મા શો' ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- 'બેરોજગાર છું ' 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું
Sumona Chakravarti
Hiren Buddhdev

| Edited By: Pinak Shukla

May 15, 2021 | 5:26 PM

કપિલ શર્માના શોમાં ભૂરીનો રોલ કરીને પ્રખ્યાત બનેલી સુમોના ચક્રવર્તીએ ખુલાસો કર્યો છે કે તેની પાસે કામ નથી. કપિલનો શો પણ બંધ થઈ ગયો છે, તેથી સુમોના પાસે કોઈ કામ નથી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર સાથે એક લાંબી પોસ્ટ લખી છે. સાથે જ પોતાની માંદગી વિશે પણ કહ્યું જેની સાથે તે છેલ્લા 10 વર્ષથી સંઘર્ષ કરી રહી છે.

કામ ન હોવાનું દુ:ખ વ્યકત કર્યું

સુમોનાએ લખ્યું છે કે ‘ઘણા સમય પછી મેં ઘરે યોગ્ય વર્કઆઉટ કર્યું. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે હું પોતાને દોષી મહેસુસ કરુ છું કારણ કે બોરિયત પ્રીવિલેજ (સુવિધાઓથી યુક્ત) છે. હું બેરોજગાર છું અને તેમ છતાં હું મારુ ખુદનું અને મારા પરિવારનું પેટ ભરવામાં સક્ષમ છુ. આ પ્રીવિલેજ છે. ઘણીવાર હું પોતાને દોષી માનુ છું. ખાસ કરીને જ્યારે હું પીએમએસ (પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ) ને લીધે ઉદાસ થઈ જાવ છું. મૂડ સ્વિંગ થવુ ઈમોશનલી હેરાન કરે છે. ‘

આ બીમારીથી સંઘર્ષ કરી રહી છે સુમોના

‘કેટલીક વસ્તુઓ મેં પહેલાં ક્યારેય શેર કરી નથી. હું 2011 થી એન્ડોમેટ્રિયોસિસ સાથે સંઘર્ષ કરી રહી છું. હું ઘણા વર્ષોથી ચોથા સ્ટેજ પર છું. ખાવાની સારી આદત, કસરત અને સૌથી જરુરી કોઈ તનાવ ન લેવાથી મારું સ્વાસ્થ્ય ઠીક છે. લોકડાઉન મારા માટે ભાવનાત્મકરૂપે મુશ્કેલ રહ્યું છે.” જણાવી દઈએ કે એન્ડોમેટ્રિયોસિસથી પેટમાં દુખાવાની ફરિયાદ અને કંસીવ ન કરી શકવા જેવી સમસ્યાઓ બને છે.

જે ચમકે છે તે બધું સોનું નથી

સુમોના કહે છે કે ‘આજે મેં વર્કઆઉટ કર્યું છે. સારું અનુભવવું છું, મેં વિચાર્યું કે મારી લાગણીઓને વ્યક્ત કરુ જેનાથી જે કોઈ પણ વાંચે તે સમજે કે જે કંઇ ચમકે છે તે સોનું નથી. આપણે બધા કંઇક ને કંઇક માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણા બધા પાસે લડવા માટે આપણી પોતાની લડાઈઓ છે. આપણે દુ:ખ, દર્દ, તાણ, ચિંતા, નફરતથી ઘેરાયેલા છીએ. તમારા બધાને પ્રેમ, સહાનુભૂતિ અને દયાની જરૂરત છે. ‘

શેર કરવું ઘણુ મુશ્કેલ છે

સુમોનાએ લખ્યું છે કે આવી રીતે વ્યક્તિગત નોટ શેર કરવી સહેલી પણ નથી. તે મારા કમ્ફર્ટ ઝોનની બહારનો રસ્તો હતો પરંતુ જો આ પોસ્ટ કેટલાક લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે અથવા કોઈપણ રીતે તેમને પ્રેરણા આપી શકે છે, તો મને લાગે છે કે બધું સારું છે. ઘણો પ્રેમ.’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati