Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા
શાહરુખ ખાનની પ્રખ્યાત ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ની છેલ્લી હોકી મેચનું સમગ્ર દ્રશ્ય આજે ભારતીય હોકી ટીમ દ્વારા બતાવવામાં આવ્યું છે. જ્યાં ભારતીય ટીમે આજે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આવી સ્થિતિમાં તેને ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
ટોક્યો ઓલિમ્પિક (Olympics 2020) માં, ભારતીય હોકી ટીમ 4 દાયકાઓ પછી ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ભારતીય મહિલા ટીમે આજે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જે બાદ મનોરંજન જગતની તમામ હસ્તીઓ તેમને સતત અભિનંદન આપી રહી છે. ચાલો જોઈએ કયા સ્ટારે ભારતીય મહિલા હોકી ટીમને કઈ રીતે અભિનંદન આપ્યા.
રણદીપ હુડ્ડા (Randeep Hooda)
What a match .. Super defending .. Real imitates Reel #ChakDeIndia History created by the Indian Women’s #hockeyindia first semi final like ever 👏🏽👏🏽👏🏽 #INDvsAUS #Olympics2020 #TokyoOlympics2020 pic.twitter.com/3W6g7j2PgN
— Randeep Hooda (@RandeepHooda) August 2, 2021
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણદીપ હુડ્ડાએ ટ્વિટર પર એક ટ્વિટ લખીને ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women’s Hockey Team) ને અભિનંદન આપ્યા છે, તેમણે લખ્યું છે કે #ChakDeIndia એ ઇતિહાસ રચ્યો છે.
સૈયામી ખેર (Saiyami Kher)
Goosebumps and tears. What a moment ❤️ #hockeyindia #Olympics2020 pic.twitter.com/7eDKXdpF5N
— Saiyami Kher (@SaiyamiKher) August 2, 2021
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સૈયામી ખેરએ પણ ભારતીય મહિલા હોકી ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ માટે અભિનંદન આપ્યા છે, તેમણે લખ્યું છે કે “રોંગટે ખડે કર દેને વાલા પલ”.
નાઓમી દત્તા (Naomi Datta)
Bollywood usually makes movies after the event – this time round, the movie was made 14 years back. 😀 #ChakDeIndia
— Naomi Datta (@nowme_datta) August 2, 2021
લેખક અને ટેલિવિઝન એન્કર નાઓમી દત્તાએ ટ્વિટ કરીને લખ્યું, “બોલીવુડ આમ તો ઘટના બાદ ફિલ્મ બનાવે છે, પરંતુ આ વખતે તો 14 વર્ષ પહેલા બનાવી ચૂક્યું છે #ChakDeIndia . નાઓમી અહીં આ ટ્વિટમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan ) ની પ્રખ્યાત ફિલ્મ ચક દે ઇન્ડિયા વિશે વાત કરી રહી હતી.
રણવીર બરાર (Ranveer Brar )
STOP PRESS !!! And stop everything to take a bow to the Indian Women’s Hockey team !History just got made ! Yayyy@TheHockeyIndia @Tokyo2020 #hockeyindia #Hockey #TokyoOlympics2020 #Tokyo2020 #TokyoOlympics pic.twitter.com/JIigrWJHsG
— Ranveer Brar (@ranveerbrar) August 2, 2021
પ્રખ્યાત શેફ રણવીર બરારે પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે, તેમણે લખ્યું છે કે તમામ કામ છોડીને ભારતીય ટીમને અભિનંદન આપો. કારણ કે ઇતિહાસ રચવામાં આવ્યો છે.
બોલિવૂડ સ્ટાર્સ સતત ચાલી રહેલી ઓલિમ્પિક મેચ પર પોતાની નજર રાખી રહ્યા છે, જ્યાં તે બધા સતત તેના વિશે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. બોલિવૂડની આ સ્ટાઇલ તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
આ પણ વાંચો :- અભિનેત્રી ઝોયાનો દાવો- રાજ કુન્દ્રાની એપ Hotshots માટે માંગવામાં આવ્યું હતું ન્યૂડ ઓડિશન, સિંગાપોરથી આવ્યો હતો ફોન