Tiger Shroff એ માઈન્ડ ટ્રિકથી હવામાં ઉડાવ્યુ કાર્ડ, વીડિયો જોયા બાદ ચાહકોનાં ઉડી ગયા હોશ
ટાઇગર શ્રોફ (Tiger Shroff) એક અભિનેતા સાથે જાદુગર પણ બની ગયા છે. તેમણે કાર્ડને સ્પર્શ કર્યા વગર હવામાં ઉડાવી દીધું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. ટાઇગર તેમની એક્ટિંગની સાથે સાથે તેમની ફિટનેસ માટે પણ જાણીતા છે. પરંતુ શું તમને ટાઇગરની વધુ એક ટેલેન્ટ વિશે જાણો છો? ટાઈગરની નવી ટેલેન્ટ માઈન્ડ ટ્રીક્સ કરવાની છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો ચોકી ગયા છે.
ટાઇગરે ઘણા લોકોની સામે એક કાર્ડ ટ્રિક કરી છે. જેમાં તેમણે કાર્ડને સ્પર્શ કર્યા વગર તેને હવામાં લટકાવ્યુ હતુ. આ જોઈને ત્યાં ઉભેલા સૌ લોકો ચોંકી ગયા. વીડિયો શેર કરતી વખતે ટાઇગરે લખ્યું – મારી જેદી માઈન્ડ ટ્રીક્સ સાથે આ શો કરી રહ્યો છું. જો તમને આ ગમ્યું હોય તો હું આવું જ કંઈક નેક્સટ ટાઈમ ઇન્સાન સાથે કરીશ. મારી નવી પાવર માટે જાદુગર અંકિત વર્માનો આભાર.
અહીં જુઓ ટાઈગર શ્રોફનો વીડિયો
View this post on Instagram
સિદ્ધાંત ચતુર્વેદીએ કરી કમેન્ટ
ટાઇગરનો આ વીડિયો જોયા બાદ ઘણા બોલિવૂડ સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ એક રમુજી ટિપ્પણી કરી. તેમણે લખ્યું – હવે ક્યારેય ATM માં કાર્ડ ફસાશે નહીં. તે જ સમયે, ટાઇગરની માતા તેમની આ ટેલેન્ટથી ખૂબ પ્રભાવિત થઈ હતી. તેમણે કમેન્ટ કરી – વાહ .. સાથે ઘણા ફાયર ઇમોજી પણ પોસ્ટ કરી.
ટાઇગરનો આ વીડિયો 30 લાખથી વધુ લોકોએ પસંદ કરી ચુક્યા છે. ચાહકો પણ આ વિડીયો પર કમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટાઈગરે તાજેતરમાં તેમની પહેલી ફિલ્મ હિરોપંતીની સિક્વલના શૂટિંગનું પહેલું શેડ્યૂલ પૂરું કર્યું. આ ફિલ્મ 3 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ટાઇગરની સાથે તારા સુતારિયા (Tara Sutaria) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અહેમદ ખાન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ સિવાય ટાઇગર ગણપતમાં ક્રિતી સેનન સાથે જોવા મળશે. આ સિવાય તે બાગી 4 માં પણ જોવા મળશે. ટાઇગર પાસે આ સમયે પ્રોજેક્ટ્સની લાઇન લાગી છે.
આ પણ વાંચો :- New Pics : લદ્દાખ બાદ હવે શ્રીનગર પહોંચી ‘Lal Singh Chaddha’ ની ટીમ, તસ્વીરમાં જુઓ આમિર ખાન અને નાગા ચૈતન્યનો નવો અંદાજ
આ પણ વાંચો :- શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નહી જોવા મળે Kajol, અભિનેત્રીએ જણાવ્યું કારણ