શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નહી જોવા મળે Kajol, અભિનેત્રીએ જણાવ્યું કારણ

કાજોલ (Kajol) એ તેમના જન્મદિવસ નિમિત્તે રાજકુમાર હિરાની (Rajkumar Hirani) ની આ ફિલ્મ વિશે એક મોટું નિવેદન આપ્યું છે, અભિનેત્રીએ આમાં જણાવ્યું છે કે ક્યા કારણે શાહરુખ ખાન (Shahrukh Khan) સાથે આ ફિલ્મમાં તેમની જોડી બનવી સંભવિત નથી.

શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં નહી જોવા મળે Kajol, અભિનેત્રીએ જણાવ્યું કારણ
Rajkumar Hirani, Kajol, Shahrukh Khan

શાહરુખ ખાન (Shahrukh Khan) અને કાજોલ (Kajol) ની જોડીને બોલિવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવે છે, જ્યાં દરેક જણ તેમને બોલીવુડનું સદાબહાર જોડી કહે છે. શાહરુખ અને કાજોલે સાથે કામ કરેલી તમામ ફિલ્મો બોલીવુડ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. જ્યાં તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે બોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર હિરાની (Rajkumar Hirani) શાહરૂખ ખાન અને કાજોલને લઈને એક લવ સ્ટોરી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. પરંતુ હવે અભિનેત્રીએ આ ફિલ્મ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

તેમના જન્મદિવસ નિમિત્તે એક અહેવાલમાં આ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે તેમને હજી સુધી આવી કોઈ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. જેના કારણે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. આ ખાસ ઇન્ટરવ્યુ દરમિયાન કાજોલે પોતે કહ્યું કે તે આ દિવસોમાં ઘણી સ્ક્રિપ્ટો વાંચી રહી છે અને ઘણા લોકો સાથે ઓનલાઈન વિડીયો કોલ પર મિટિંગ પણ કરી રહી છે. જ્યાં તે આપણને ઘણા નવા પ્રોજેક્ટ્સનો ભાગ બનતા જોઈ શકીએ છીએ.

 

તમને જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાન અને કાજોલ સાથે આ ફિલ્મના ઘણા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળવાના છે, જેમાં વિદ્યા બાલન (Vidya Balan) , તાપસી પન્નુ (Taapsee Pannu) , મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને બોમન ઈરાની (Boman Irani) પણ હતા. જ્યાં મનોજ બાજપેયી અને કાજોલ પહેલાથી જ કહી ચૂક્યા છે કે આ ફિલ્મ માટે હજુ સુધી કોઈએ તેમનો સંપર્ક કર્યો નથી. જ્યાં એક તરફ કાજોલ પોતાના માટે નવી ફિલ્મો શોધી રહી છે. તે જ સમયે શાહરુખ ખાન ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે.

શાહરુખ ખાન આજકાલ તેમની બિગ બજેટની ફિલ્મ પઠાણ (Pathan) ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ ફિલ્મમાં આપણે તેની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા જઈ રહ્યા છીએ, જ્યાં આ ફિલ્મમાં તાજેતરમાં આશુતોષ રાણા અને ડિમ્પલ કપડિયાની પણ એન્ટ્રી થઈ છે. આ દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં યશરાજ સ્ટુડિયોની અંદર ચાલી રહ્યું છે. જોવાનું રહેશે કે રાજકુમાર હિરાનીની આ નવી ફિલ્મ વિશે શું સમાચાર આવે છે. પરંતુ ચાહકો ચોક્કસપણે આ જોડીને ફરી એકવાર જોવા માંગે છે. જ્યાં અગાઉ આ જોડી આપણને ફિલ્મ દિલવાલેમાં જોવા મળી હતી.

 

આ પણ વાંચો :- Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી

આ પણ વાંચો :- BTS Video : Sidharth Malhotra એ, જીવંત કર્યુ કારગીલ યુધ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર, જુઓ વીડિયો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati