Pehchan Kaun : તાજમહેલની આગળ દબંગ સ્ટાઈલમાં બેઠેલો આ બાળક છે બોલિવૂડ સ્ટાર, શું તમે ઓળખી શક્યા ?

|

Mar 15, 2022 | 1:03 PM

તાજમહેલની આગળ બેઠેલો આ બાળક આજે બોલિવૂડનો સુપરસ્ટાર છે, જેણે આખી દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

Pehchan Kaun : તાજમહેલની આગળ દબંગ સ્ટાઈલમાં બેઠેલો આ બાળક છે બોલિવૂડ સ્ટાર, શું તમે ઓળખી શક્યા ?
Nawazuddin Siddiqui childhood photo

Follow us on

Pehchan Kaun : બોલિવૂડ ચાહકો બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) વિશે નાની નાની વિગતો જાણવા માટે ઉત્સુક હોય છે. ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સની જીવનશૈલી, તેઓ શું ખાવાનું પસંદ કરે છે, તેઓ ક્યાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, તેઓએ તેમનો અભ્યાસ ક્યાં કર્યો અને તેઓ બાળપણમાં (Childhood) કેવા દેખાતા હતા, આવી બધી બાબતો જાણવા માટે ઉત્સાહિત છે.આવી સ્થિતિમાં જો કોઈ સ્ટારનો બાળપણનો ફોટો સામે આવે છે, તો તે સોશિયલ મીડિયા (Social media) પર છવાઈ જાય છે.તાજેતરમાં આવો જ એક બોલિવૂડ સ્ટારનો બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

આ ફોટો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક ખૂબ જ અંદાજમાં તાજમહેલની આગળ બેઠેલો જોઈ શકાય છે. બ્લેક એન્ડ વ્હાઇટ આ ફોટો ઘણો જૂનો છે. જો કે આ ફોટો સ્ટુડિયોનો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં તાજમહેલનું પોસ્ટર છે. શું તમે આ બોલિવુડ સ્ટારને ઓળખી શક્યા ? આજના સમયમાં આ બાળક લગભગ દરેકનો ફેવરિટ હીરો છે.તમને જણાવી દઈએ કે, તાજમહેલની આગળ બેઠેલું આ બાળક બીજું કોઈ નહીં પણ દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી(Nawazuddin Siddiqui )છે.જી હા, આ નવાઝુદ્દીન સિદ્દીકીનો ફોટો છે, જેમાં અભિનેતા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

અભિનેતાએ પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડનો એક એવો એક્ટર છે, જેણે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. નવાઝુદ્દીન સિદ્દીકી ગેંગ્સ ઓફ વાસેપુર, બજરંગી ભાઈજાન, કિક, રઈસ, રમણ રાઘવ, માંઝી, મોતીચૂર ચકનાચૂર જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરતો જોવા મળ્યો છે. નવાઝુદ્દીન ટૂંક સમયમાં અવનીત કૌર સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવાઝુદીનના કરિયરની વાત કરીએ તો 1999માં અભિનેતા નવાઝુદ્દીનને આમિર ખાનની સરફરોશ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જે નવાઝુદ્દીનની પહેલી ફિલ્મ છે. એ પછી એજ વર્ષે આવેલી શૂલ, 2000ની સાલમાં આવેલી જંગલ અને 2003માં આવેલી મુન્નાભાઇ MBBSમાં પણ તે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : કંગના રનૌતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈને બોલિવૂડ પર કર્યો કટાક્ષ, કહ્યું ‘બોલિવૂડના પાપ ધોવાઈ ગયા’

Next Article