કંગના રનૌતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈને બોલિવૂડ પર કર્યો કટાક્ષ, કહ્યું ‘બોલિવૂડના પાપ ધોવાઈ ગયા’

'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે પોતાનું સમર્થન દર્શાવતા કંગના રનૌતે બોલિવૂડ પર કટાક્ષ કર્યો છે. અભિનેત્રીએ બોલિવૂડના વલણ તરફ ચાહકોનું ધ્યાન દોર્યું છે.

કંગના રનૌતે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ને લઈને બોલિવૂડ પર કર્યો કટાક્ષ, કહ્યું 'બોલિવૂડના પાપ ધોવાઈ ગયા'
kangana ranaut reaction on 'the kashmir files'
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 15, 2022 | 8:07 AM

‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. શુક્રવારે પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન(Box Office Collection)  3.55 કરોડ નોંધાયું હતું. જ્યારે શનિવારે ફિલ્મે 139.44 ટકાના વધારા સાથે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.ઉપરાંત ફિલ્મે રવિવારે અપેક્ષા મુજબ જબરદસ્ત કમાણી કરી હતી.હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ ક્વીન કંગના(Kangana Ranaut) ધ કાશ્મીર ફાઈલ્સનું સમર્થન કરીને ફરી એક વાર બોલિવુડ પર કટાક્ષ કર્યો છે.

કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે બોલિવૂડની આકરી ટીકા કરી છે. અભિનેત્રીએ કહ્યું કે વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારી સમીક્ષાઓ હોવા છતાં, કોઈ પણ બોલિવૂડ સ્ટાર ફિલ્મ વિશે વાત કરી રહ્યા નથી.સાથે તેણે કહ્યુ કે, બોલિવૂડના પાપ ધોવાઈ ગયા…..!

જુઓ વીડિયો

‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું કન્ટેન્ટ અને બિઝનેસ બંને શાનદાર

તેણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘કાશ્મીર ફાઇલ્સને લઈને ફિલ્મ ઉદ્યોગમાં પિન-ડ્રોપ સાયલન્સ પર ધ્યાન આપો. માત્ર કન્ટેન્ટ જ નહીં, તેનો બિઝનેસ પણ શાનદાર છે.ઈનવેસ્ટમેન્ટ અને કમાણીને જોતા ફિલ્મ આ વર્ષની સૌથી લાભદાયક ફિલ્મ બનશે.

જુઓ કંગનાની પોસ્ટ

કંગનાએ બોલિવૂડ અંગે આપ્યુ આ નિવેદન

તેણે આગળ લખ્યુ છે,’આનાથી એ માન્યતા તૂટી ગઈ છે કે કોરોના પછી ફક્ત મોટા બજેટની ફિલ્મો જ થિયેટરોમાં ચાલી શકશે. આ ફિલ્મ દરેક માન્યતાને તોડી રહી છે અને દર્શકોને થિયેટરોમાં પાછા લાવી રહી છે. મલ્ટિપ્લેક્સમાં સવારે 6 વાગ્યાના શો પણ ફુલ થઈ જાય છે. આ અકલ્પનીય છે ! ‘બુલીદાદ’ અને તેના ચમચાઓ આઘાતમાં છે. આખી દુનિયા તેમને જોઈ રહી છે, છતાં તેઓ એક શબ્દ પણ બોલી શક્યા નહીં. તેમનો સમય પૂરો થઈ ગયો છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવી

કંગના રનૌતે એવી ફિલ્મોની પણ મજાક ઉડાવી હતી જેણે હેડલાઇન્સ માટે કથિત રીતે તેમના બોક્સ ઑફિસ નંબરો પર કથિત રીતે હેરાફેરી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, થિયેટરોમાં ‘રાધે શ્યામ’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સહિત મોટા બજેટની ફિલ્મો ચાલી હોવા છતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવી છે.

આ પણ વાંચો : The Kapil Sharma Show : વિવેક અગ્નિહોત્રીના આરોપ બાદ બહિષ્કારની માગ ઉઠી,અનુપમ ખેરે કર્યો મોટો ખુલાસો, જાણો શું છે મામલો ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati