Gujarati News » Photo gallery » | shama sikander married to her boyfriend james see their wedding photos
PHOTOS : બોલિવૂડ અભિનેત્રી શમા સિકંદરે બોયફ્રેન્ડ જેમ્સ સાથે કર્યા લગ્ન, જુઓ કપલની ‘વ્હાઈટ વેડિંગ’ની તસવીરો
લગ્નમાં શમાએ વ્હાઈટ ગાઉન અને તેની સાથે મેસી હેર બન હેરસ્ટાઈલ પહેરી હતી. જ્યારે જેમ્સે સફેદ ટક્સીડો પહેર્યો હતો. ફોટો શેર કરતા શમાએ લખ્યું, બધું જ..... આ સાથે અભિનેત્રીએ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા છે.
શમા સિકંદરે બોયફ્રેન્ડ જેમ્સ મિલીરોન સાથે લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે, બંનેએ ડોવામાં વ્હાઈટ વેડિંગ કર્યા હતા. સમાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
1 / 5
લગ્નમાં શમાએ વ્હાઈટ ગાઉન અને તેની સાથે મેસી હેર બન હેરસ્ટાઈલ પહેરી હતી. જ્યારે જેમ્સે સફેદ ટક્સીડો પહેર્યો હતો. ફોટો શેર કરતા શમાએ લખ્યું, બધું જ..... આ સાથે શમાએ રિંગ અને હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા છે.
2 / 5
તમને જણાવી દઈએ કે, શમા ઘણા સમયથી લગ્ન કરવા માગતી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું અને જેમ્સ 2 વર્ષથી લગ્નની રાહ જોઈ રહ્યા છીએ.અમે વ્હાઇટ વેડિંગ કરીશું અને 2 દિવસ લગ્નના ફંક્શન રાખીશું.
3 / 5
આ પહેલા શમા અને જેમ્સના સંગીત સેરમનીના ફોટા પણ સામે આવ્યા હતા અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યા હતા.
4 / 5
અભિનેત્રી શમા અને જેમ્સની મુલાકાત વર્ષ 2015માં થઈ હતી અને ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. શમાએ જેમ્સ વિશે કહ્યું હતું કે, એવું લાગે છે કે અમે એકબીજા માટે બન્યા છીએ.