Gujarati NewsEntertainmentThe song 'Dholida' from 'Gangubai Kathiyawadi' film has earned 100 million views, choreographer Kriti Mahesh shared this ....
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ‘ઢોલીડા’ ગીતે 100 મિલિયન વ્યૂઝનો આંકડો કર્યો પર, કોરિયોગ્રાફર કૃતિ મહેશે શેયર કરી આ વાત
કૃતિ મહેશે બોલિવૂડની (Bollywood) કેટલીક સૌથી પ્રખ્યાત ડાન્સ રૂટીનની કોરિયોગ્રાફી કરી છે, જેમાં દીપિકા પાદુકોણની 'પદ્માવત'ની 'ઘૂમર', 'એક દિલ એક જાન' અને 'હોલી સોંગ' અને 'સ્ટ્રીટ ડાન્સર'ની 'ગર્મી' જેવા ગીતોનો સમાવેશ થાય છે.
Alia Bhatt in Gangubai Kathiawadi Film (File Photo)
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના (Gangubai Kathiawadi)નિર્માતા અત્યારે ચાહકોને આ ફિલ્મ નિર્માણની અંદર ડોકિયું કરવાની તક આપી રહ્યા છે. બીજી તરફ ‘ઢોલીડા’ ગીત (Dholida Song) શાનદાર ચાર્ટબસ્ટર રહ્યું છે, જેણે YouTube પર આજે 100 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા છે. વફાદાર ચાહકો દ્વારા આલિયા ભટ્ટની પ્રશંસા કરવામાં આવી રહી છે તો તેનો શ્રેય કોરિયોગ્રાફર કૃતિ મહેશને પણ જવો જોઈએ, જેમણે આ ગીત પર શાનદાર કામ કર્યું છે. આખી ફિલ્મ માટે એક જ કોરિયોગ્રાફર સાથે સંજય લીલા ભણસાલીની આ પહેલી ફિલ્મ છે.
ફિલ્મ અને ગીતની સમીક્ષકો દ્વારા સતત પ્રશંશા કરવામાં આવી રહી છે, ત્યારે મહેશ કૃતિએ ‘ઢોલીડા’ ગીતનું નિર્માણ તેના સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે અને પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, ‘મેડ વિથ નથિંગ બટ લવ’.
ગીતના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવેલી દરેક વસ્તુ વિશે વાત કરતાં કૃતિ કહે છે કે “હું આ ગીત, આલિયા ભટ્ટ, મને અને ટીમના દરેકને જે પ્રેમ મળ્યો છે તેના માટે હું ખુબ જ આભારી છું. 100 મિલિયન ક્લબમાં હોવાનો આનંદ છે અને દરેક વ્યક્તિ સ્મિત દ્વારા પ્રેમથી ભરપૂર છે. એવું લાગે છે કે બધું જ ફ્લોર પર આસાનીથી ગયું છે અને બધી મહેનત મૂલ્યવાન સાબિત થઈ હતી. આ ગીત માટે હું આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી સરનો પણ પૂરતો આભાર માની શકું તેમ નથી. જોકે, ટેકનિકલ સમસ્યાઓના કારણે આ થઈ શક્યું નથી. ‘ઢોલીડા’ની સાથે, સંજય લીલા ભણસાલી સર સાથે પ્રથમ BTS વીડિયો હોવો એ પણ એક વ્યક્તિગત સિદ્ધિ છે.”