AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show : એક ફોટો બતાવીને કપિલ શર્માએ શત્રુઘ્ન સિન્હાની કરી મજાક કરવાની કોશિશ, જાણો શત્રુઘ્નએ શું કહ્યું

ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) ધર્મેન્દ્ર (Dharmendra) અને શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) તેમની દોસ્તીને સેલિબ્રેટ કરવા માટે આવ્યા હતા. જ્યાં બંનેએ બધા સાથે ખૂબ મસ્તી કરી હતી.

The Kapil Sharma Show : એક ફોટો બતાવીને કપિલ શર્માએ શત્રુઘ્ન સિન્હાની કરી મજાક કરવાની કોશિશ, જાણો શત્રુઘ્નએ શું કહ્યું
Kapil Sharma, Shatrughan Sinha
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:57 PM
Share

કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) તેમના શોની ત્રીજી સીઝન સાથે પરત ફર્યા છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં ગયા અઠવાડિયે દિગ્ગજ અભિનેતાઓ અને બેસ્ટ ફ્રેન્ડ ધર્મેન્દ્ર (Dharmendra) અને શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) આવ્યા હતા. જ્યાં બંનેએ તેમની ફિલ્મો સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી.

કપિલે તેના શોમાં એક સેગમેન્ટમાં ઘણી તસ્વીરો બતાવી હતી, ત્યારબાદ શત્રુઘ્ન સિન્હાએ તેને કહ્યું હવે બસ પણ કરો. કપિલ શર્માએ તેના એક સેગમેન્ટમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને તેમની યુવાનીની ઘણી તસવીરો બતાવી હતી. એક ફોટો ધર્મેન્દ્ર અને દિલીપ કુમારનો હતો, જેને જોઈને તે ભાવુક થઈ ગયા હતા.

રીના રોયની ફોટો બતાવીને મશ્કરી કરી

ઘણા ફોટા બતાવ્યા બાદ કપિલે એક ફોટો બતાવ્યો જેમાં તેમની સાથે રીના રોય અને ડાયરેક્ટર રવિ ટંડન જોવા મળી રહ્યા છે. તે તેમની ટાંગ ખિચાઈ કરે છે અને તેમને ઓળખવા માટે કહે છે. શત્રુઘ્ન સિંહા કપિલને કહે છે – તમે ખૂબ ચીડવી રહ્યા છો. તમે આ ફોટો બતાવીને પહેલેથી જ ઘણું છેડી ચુક્યા છો.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હા અને રીના રોય રિલેશનશિપમાં હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ આ પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો નહીં. પૂનમ સાથે લગ્ન કર્યા બાદ પણ શત્રુઘ્ન સિન્હા અને રીના રોય રિલેશનશિપમાં હતા.

શત્રુઘ્ન સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રીના રોય સાથેના તેમના સંબંધો પર્સનલ હતા. લોકો કહેતા હતા કે પૂનમ સાથે લગ્ન કર્યા બાદ રીના માટે મારું મન બદલાઈ ગયું, પરંતુ એવું નથી મારા મનમાં તેમના માટે ફિલિંગ્સ વધી ગઈ. હું ભાગ્યશાળી છું કે તેમણે મને તેમના જીવનના 7 વર્ષ આપ્યા.

શત્રુઘ્ન સિન્હાએ યાદ કર્યા જૂના દિવસો

શત્રુઘ્ન સિન્હાએ શોમાં પહેલી વખત પબ્લિકમાં ડાન્સ કરવાનું યાદ કર્યું. તેમણે કહ્યું- મારું પહેલું ગીત પબ્લિકમાં શોર મચ ગયા શોર. જ્યારે તે ચિત્રિત કરવાનું હતું, ત્યારે હું ખૂબ જ નર્વસ હતો, મેં પબ્લિકમાં તે કર્યું ન હતું. શત્રુઘ્ન સિંહાએ વધુમાં કહ્યું કે જ્યારે લોકો હજારોની સંખ્યામાં આવ્યા ત્યારે તે એક શાનદાર ડાન્સર બની ગયા હતા. જ્યારે લોકોને જોયા બાદ તેમણે ધર્મેન્દ્રથી સલાહ માંગી તો તેમણે કહ્યું – તે કર જે હું કરું છું, ટિકા લે.

આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

g clip-path="url(#clip0_868_265)">