કપિલના જોક્સ પર ભારતીય મહિલા હોકી ટીમના શાનદાર જવાબ, આ ગોલ સામે કપિલની ટાઈટાઈ ફિસ!
કપિલ શર્મા શોના શનિવારના એપિસોડમાં મહિલા અને પુરુષોની હોકી ટીમ પહોંચી હતી. આ દરમિયાન, તમામ ખેલાડીઓએ તેમના રહસ્યો જાહેર કર્યા. તેમજ મહિલા ટીમના ખેલાડીઓએ કપિલની બોલાતી બંધ કરાવી હતી.
ધ કપિલ શર્મા શોના (The Kapil Sharma Show) શનિવારના એપિસોડમાં મહિલા અને પુરુષોની હોકી ટીમ પહોંચી હતી. આ દરમિયાન બધાએ ખૂબ મજા કરી હતી. કપિલે દરેક સાથે ઘણી મજાક કરી અને દરેકના રહસ્યો પણ ખોલી નાખ્યા. તેમજ શો દરમિયાન જ્યારે પણ કપિલ છોકરા છોકરી વચ્ચેના ભેદ પર કોમેન્ટ કરતો હતો ત્યારે ત્યારે મહિલા ટીમ શાનદાર ગોલ ફટકારતી હતી.
મહિલા ટીમે કપિલ શર્માની બોલાતી કરાવી બંધ
મહિલા ટીમની ખેલાડીઓએ કપિલ શર્માના દરેક નિવેદનના એવા જવાબો આપ્યા કે તેઓએ કપિલની બોલતી બંધ કરી દીધી. ઘણી વખત કપિલ જ્યારે ગર્લ્સ પર કોઈ કોમેન્ટ કરતો ત્યારે મહિલા ટીમની ખેલાડીઓએ અહિયાં પણ ગોલ ફટકાર્યા. તેમણે કપિલની પત્ની ગિન્નીને લઈને પણ કપિલ શર્માની ખુબ ધારદાર જવાબ આપ્યા. જ્યારે કપિલે કહ્યું છોકરી આમ પણ ઓછું ખાય છે. ત્યારે જ એક ખેલાડીએ જવાબ આપ્યો કે તમે તમારા પત્નીની વાત કરી રહ્યા છો?
શોના અંતે, ધર્મેન્દ્ર (Dharmendra), શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (Naveen Patnaik) તરફથી તમામ ખેલાડીઓ માટે ખાસ સંદેશ આવ્યો હતો.
નવીન પટનાયકે કહ્યું કે, ‘હોકીની પુરુષ અને મહિલા ટીમોએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની જબરદસ્ત રમતથી દેશનું નામ રોશન કર્યું છે. હું તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે જે ખેલાડીઓ તમારી પ્રેરણા સાથે આવશે, તે તમારી આ સફળતાને આગળ લઈ જશે. આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આપણે વધુ ઉંચાઈએ જઈશું.
ધર્મેન્દ્રએ કહ્યું, ‘આજે દરેકને આપણી મહિલા અને પુરુષ હોકી ટીમ પર ગર્વ છે. તમે બધાએ તમારી મહેનત અને સમર્પણથી અમારા બધાના દિલ જીતી લીધા છે. તમે સૌ આમ જ આગળ વધો.
તે જ સમયે, શત્રુઘ્ન સિંહાએ કહ્યું, ‘આ વખતે આપણી ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું. હોકીમાં, વેઇટ લિફ્ટિંગ અને બરછી ફેંકમાં. આપણા દેશના પુત્ર નીરજ ચોપરાએ કામાક કરી દીધો છે. તે જ સમયે, આપણી મહિલા ટીમના વખાણ કરીએ એટલા ઓછા છે. આપણા ખેલાડીઓએ હજુ વધુ આગળ વધવાનું છે.
કપિલના શોમાં જોવા મળ્યો સૌનો અલગ અંદાજ
આ દરમિયાન કપિલે દરેકને બોલિવૂડ ડાયલોગ બોલવા માટે આપ્યા હતા. જેમાં યે મજદૂર કા હાથ હૈ કાતિયા, લોહા પિઘલા કે ઉસકા આકાર બદલ ડેટા હૈ. આ ઉપરાંત ફેમસ ડાયલોગ એક ચૂટકી સિંદુર કી કિમત તુમ ક્યાં જાણો રમેશ બાબુ જેવા ડાયલોગ હતા. આ ડાયલોગ બંને ટીમના ખેલાડીઓએ મજેદાર અંદાજમાં રજુ કર્યા. અને ખુબ જ રમુજી વાતાવરણ ઉભું થયું. મહિલા ટીમ અને પુરૂષ ટીમની બંને ખેલાડીઓએ આ સંવાદો પોતાની શૈલીમાં બોલ્યા.
આ પણ વાંચો: ગહના વશિષ્ઠ સાથે આ શું થયું? ફોટો શેર કરીને અભિનેત્રીએ પોલીસ પર લગાવ્યા આવા ગંભીર આરોપો
આ પણ વાંચો: Bad News: વિકી કૌશલ-સારા અલી ખાનની ફિલ્મ ‘અશ્વત્થામા’એ 30 કરોડની ખોટ કરી, ફિલ્મ થઈ બંધ