AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘The Family Man 2’ બની વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય સિરીઝ, FRIENDS ને પાછળ મૂકીને બનાવ્યો રેકોર્ડ

ધ ફેમિલી મેનની બીજી સીઝનને પણ ચાહકોથી એજ પ્રેમ મળ્યો છે જે પહેલી સીઝનને મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ સિરીઝે પણ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

'The Family Man 2' બની વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય સિરીઝ, FRIENDS ને પાછળ મૂકીને બનાવ્યો રેકોર્ડ
The Family Man 2
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 21, 2021 | 8:19 PM
Share

મનોજ બાજપેયી (Manoj Bajpayee), શારિબ હાશમી (Sharib Hashmi) અને સામન્થા અક્કિનેની (Samantha Akkineni) સ્ટારર વેબસીરીઝ ‘ધ ફેમિલી મેન 2’ (The Family Man 2) તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ધ ફેમિલી મેનની બીજી સીઝનને પણ ચાહકોથી એ-જ પ્રેમ મળ્યો છે જે પહેલી સીઝનને મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ સિરીઝે પણ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

ચાહકોને આ સિરીઝની નવી વાર્તા ખૂબ પસંદ આવી રહી છે.  વિવેચકોના સ્તરે પણ આ સિરીઝને ઘણી પસંદ કરવામાં આવી છે. જ્યાં એક તરફ દરેક જણ સિરીઝની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ ‘ધ ફેમિલી મેન 2’ એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

મનોજની સિરીઝે બનાવ્યો રેકોર્ડ

ચાહકોને એ જાણીને ખૂબ આનંદ થશે કે મનોજ બાજપેયીની આ શ્રેણીને આઇએમડીબી પર વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બનાવવામાં આવી છે. ‘ધ ફેમિલી મેન 2’ વિશ્વભરમાં ચોથા નંબર પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સિરીઝ બની છે.

આ સાથે, આ સિરીઝને આઇએમડીબી પર 10 માંથી 8.8 સ્ટાર્સ આપવામાં આવ્યા છે. આ રેટિંગ સાથે, ‘ધ ફેમિલી મેન 2’ વિશ્વના ટોપ 5 બેસ્ટ વેબસિરીઝની સૂચિમાં સામેલ થઈ ગઈ છે.

આ સિરીઝને છોડી દીધી પાછળ

આ વિશિષ્ટ રેકોર્ડની સાથે, સિરીઝે ઘણી શાનદાર અને લોકપ્રિય સિરીઝને પાછળ છોડી દીધી છે. હવે ‘ધ ફેમિલી મેન 2’ એ ફ્રેન્ડ્સ, ગ્રેઝ એનાટોમી જેવી સિરીઝને પાછળ છોડી દીધી છે. જ્યારે લોકી, સ્વીટ ટૂથ અને મિયર ઓફ ઇસ્ટટાઉન હજી પણ ફેમિલી મેનથી આગળ છે.

આ ખાસ રેકોર્ડ વિશે માહિતી અભિનેતા મનોજ બાજપેયીએ ખુદ ચાહકોને આપી છે. અભિનેતાએ ટ્વીટ કરીને ચાહકો સાથે આ સારા સમાચાર હાલમાં જ શેર કર્યા છે. અભિનેતાએ લખ્યું છે કે ફેમિલી મેન 2 વિશ્વનો ચોથો સૌથી લોકપ્રિય શો બની ગયો છે.

https://twitter.com/rajndk/status/1406566799395594241

ચાહકોને આ પહેલા આ સિરીઝની પહેલી સીઝન પણ ખુબ પસંદ આવી હતી. આ સિરીઝની વાર્તા આ વખતે એક નવા વળાંક સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં હવે શ્રીકાંત તિવારી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેના બોસની દાટો ખાય છે. ફેમિલી ડ્રામા આ વખતે પણ ફુલ ભરેલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોની ત્રીજી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. સમાચારોની વાત માનીએ તો આ વખતે સિરીઝમાં ફરીથી નવો સાઉથનો સુપરસ્ટાર જોવા મળશે. જોકે મેકર્સે ત્રીજી સીઝન પર હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">