ફિલ્મ ‘Pathan’ના સેટ પરની બબાલમાં ડિરેક્ટરે મારી દીધો આસિસ્ટન્ટને લાફો? જાણો વિગત

છેલ્લા કેટલાક દિવસોથી 'પઠાણ'ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે સેટ પર મારપીટ કરવાની અફવાઓ ચાલી રહી હતી. ત્યારે સિદ્ધાર્થ આનંદના નજીકના સુત્રે જણાવ્યું છે કે આ ચર્ચાઓ ખોટી છે.

ફિલ્મ 'Pathan'ના સેટ પરની બબાલમાં ડિરેક્ટરે મારી દીધો આસિસ્ટન્ટને લાફો? જાણો વિગત
Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Jan 21, 2021 | 6:04 PM

છેલ્લા કેટલાક દિવસોથી ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે સેટ પર મારપીટ કરવાની અફવાઓ ચાલી રહી હતી. ત્યારે સિદ્ધાર્થ આનંદના નજીકના સુત્રે જણાવ્યું છે કે આ ચર્ચાઓ ખોટી છે. ફિલ્મના સેટ પર આવું કશું બન્યું નહોતું. એવી ચર્ચાઓ થઈ હતી કે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’ના સેટ પર તેના એક આસિસ્ટન્ટ સાથે દલીલ થઈ હતી. આ પછી વાતાવરણ ગરમાઈ ગયું હતું. તે દરમિયાન સિદ્ધાર્થ આનંદે તેને થપ્પડ મારી દીધો હતો. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એક દિવસ માટે ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.

સિદ્ધાર્થ આનંદના નજીકના એક સુત્રએ આ અફવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, ‘સિદ્ધાર્થ આનંદ ઘણા વર્ષોથી તેની ટીમ સાથે ખૂબ જ સારી બોન્ડિંગ ધરાવે છે અને તેની ટીમમાં દરેક તેને મોટાભાઈની જેમ માને છે. આ સમગ્ર મામલાની સત્યતા એ છે કે શૂટિંગ દરમિયાન એક વ્યક્તિને નાની ઈજા થઈ હતી. ઈજા વધારે થઈ નહોતી. જો કે તે દરમિયાન એક જુનિયર આર્ટીસ્ટે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તેને ખોટા ઈરાદાથી વાયરલ કર્યો હતો. આ દરમિયાન સિદ્ધાર્થે પણ તેને વીડિયો બનાવતા રોક્યો હતો.

સૂત્રએ કહ્યું, ‘સિદ્ધાર્થના ના કહેવા છતાં પણ તે વ્યક્તિએ વીડિયો શૂટ કરવાનું બંધ ના કર્યું અને સિદ્ધાર્થે તેને ઠપકો આપ્યો તેમજ મોબાઈલ સાથે સેટની બહાર જવા કહ્યું. સિદ્ધાર્થ અત્યંત નારાજ હતો. આ દરમિયાન જુનિયર આર્ટિસ્ટ સિદ્ધાર્થ આનંદ સાથે દલીલ કરવા લાગ્યા અને આક્રમક થઈ ગયો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ્સે તેને સેટની બહાર ધકેલી દીધો. સત્ય એ છે કે સેટ પર કોઈ હિંસા કે ઝઘડા થયો નહતો. થપ્પડ મારવાની વાત સંપૂર્ણપણે ખોટી છે.’ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ફિલ્મ ‘પઠાણ’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: રાજકોટમાં કૃષિ બીલના વિરોધમાં ધરણાંની મંજૂરી ના મળી, ખેડૂત આગેવાનોની અટકાયત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati