હાથમાં પુસ્તક સાથે જોવા મળતો આ બાળક આજે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સુપર સ્ટાર, મળ્યા છે 17 ફિલ્મફેર એવોર્ડ

હાલમાં જ એક સુપરસ્ટાર અભિનેતાના બાળપણની તસ્વીર સામે આવી છે, જેને ઓળખવું ફેન્સ માટે સહેલું નથી. આ તસ્વીર જોયા બાદ લોકો વિચારે છે આખરે ક્યાં એક્ટરની તસ્વીર છે.

હાથમાં પુસ્તક સાથે જોવા મળતો આ બાળક આજે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સુપર સ્ટાર, મળ્યા છે 17 ફિલ્મફેર એવોર્ડ
kamal hasan file photo

બૉલીવુડ સેલેબ્સની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ફેન્સને ખાસ કરીને સેલેબ્સની બાળપણની તસ્વીર બહુ જ પસંદ આવી રહી છે. આજકાલ તો સોશિયલ મીડિયા પર એક ટ્રેડ ચાલી રહ્યો છે. ફેન્સપેજ તેના મનગમતા સેલેબ્સની તસ્વીર પોસ્ટ કરીને તેને ઓળખવાની ચેલેન્જ આપે છે. હાલમાં જ એક સુપરસ્ટાર એક્ટરના બાળપણની તસ્વીર સામે આવી છે. જેને ઓળખવી ફેન્સ માટે બહુ જ અઘરી છે.

તસ્વીરમાં જોઈ શકાય છે બ્લેક-વ્હાઇટ તસ્વીરમાં બાળકના હાથમાં પુસ્તક છે. આ બાળકની માસૂમીયતે લોકોનું દિલ જીતી લીધું છે. આ તસ્વીર બીજા કોઈની નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર કમલ હાસનની છે. સાઉથ સિનેમાના સુપર સ્ટાર કમલ હાસનની તસ્વીર છે.

કમલ હાસન વિષે વાત કરવામાં આવે તો ભારતીય એક્ટર , ડાન્સર, ફિલ્મ નિર્દેશક, સ્ક્રીન રાઇટર, નિર્માતા કમલ હાસને મલયાલમ, હિન્દી, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં, રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ નામની તેમની પોતાની પ્રોડક્શન કંપની પણ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, 1994માં કમલ પહેલા એક્ટર હતા જેણે 1 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો. તે એક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા લે છે. આ સિવાય કમાલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ કમાણી કરે છે. તેમને અત્યાર સુધીમાં 4 નેશનલ એવોર્ડ, 17 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તેણે પહેલીવાર સ્ક્રિપ્ટ રાઈટર તરીકે ‘અનર્ચીગલ’ લખ્યું હતું.

કમલ હાસનની વાત કરીએ તો તેણે બે લગ્ન કર્યા છે. તેમણે પ્રથમ લગ્ન 1978 માં વાણી ગણપતિ સાથે કર્યા હતા.  જ્યારે બીજા સારિકા સાથે. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં. સારિકા અને કમલ હાસનને શ્રુતિ અને અક્ષરા હાસન નામની બે પુત્રીઓ છે.

કમલ હાસન 6 વર્ષની ઉંમરે પ્રથમ વખત ફિલ્મમાં જોવા મળ્યા હતા. ઓગસ્ટ 1960 માં રિલીઝ થયેલી  કલાથુર કન્નમ્મા નામની આ ફિલ્મમાં મોટા સ્ટાર્સ હતા. કમલ હાસને પહેલી જ ફિલ્મમાં જૈમિની ગણેશન જેવા મોટા સ્ટારની હાજરીથી દર્શકોના દિલ જીતી લીધા હતા. કલાથુર કન્નમ્માને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો અને કમલ હાસનને અહીંથી પ્રસિદ્ધિ મળી હતી. કમલ હાસને 5થી વધુ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું જ્યાં તેમને શિવાજી ગણેશન અને એમજી રામચંદ્રન જેવા મોટા નામો સાથે કામ કરવાની તક મળી હતી.

આ પણ વાંચો : Corona Vaccine : આ દેશમાં વેક્સિનને લઈને સખ્ત નિયમ, વેક્સિન ના લેવા પર નોકરીથી ધોવા પડશે હાથ

આ પણ વાંચો : Goole meet update : ગુગલ મીટમાં આવ્યું નવું અપડેટ, હવે મિટિંગ હોસ્ટ કરનારને મળશે એક્સ્ટ્રા કંટ્રોલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati