પોપ્યુલર સાઉથ એક્ટ્રેસ ગાયત્રીનું કાર અકસ્માતમાં નિધન, અણધારી વિદાયથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
ડોલી ડીક્રુઝના નામથી જાણીતી બનેલી સાઉથની અભિનેત્રી ગાયત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અભિનેત્રીના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
South Actress Gayathri: વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’ (Madam Sir Madam Ante)થી પોપ્યુલર થયેલી સાઉથ અભિનેત્રી ગાયત્રી (Actress Gayathri) એટલે કે ડોલી ડી ક્રુઝનું (Dolly D Cruze) કાર અકસ્માતમાં નિધન થયું છે. અહેવાલો અનુસાર અભિનેત્રી તેના મિત્ર સાથે કાર દ્વારા ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં તેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. તમને જણાવી દઈએ કે અભિનેત્રી ગાયત્રી માત્ર 26 વર્ષની હતી. ગાયત્રીના અવસાનથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર ગાયત્રી શુક્રવારે રાત્રે હોળી (Holi) સેલિબ્રેટ કરીને પોતાના ઘરેથી પરત ફરી રહી હતી.
ગાયત્રીની સાથે તેના મિત્રનું પણ નિધન
વેબસાઈટ અનુસાર તેનો મિત્ર ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તેના મિત્રએ વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને વાહન ડિવાઈડર સાથે અથડાયું. તમને જણાવી દઈએ કે ગાયત્રીની સાથે તેના મિત્રનું પણ નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગાયત્રીને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેના મિત્ર રાઠોડને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તબીબો પણ તેને બચાવી શક્યા ન હતા.
જુઓ અભિનેત્રીની તસવીરો
View this post on Instagram
View this post on Instagram
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી
તમને જણાવી દઈએ કે ગાયત્રીને તેની યુટ્યુબ ચેનલ જલસા રાયડુથી લોકપ્રિયતા મળી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી અને સોશિયલ મીડિયા (Social Media) પર પણ તેની સારી ફેન ફોલોઈંગ હતી. આ સિવાય ગાયત્રીએ ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ.
ગાયત્રીના મૃત્યુની વાત તેની મિત્ર અને સહ-અભિનેતા સુરેખા વાણીએ શેયર કરી હતી, જેણે શોમાં તેની સાથે કામ કર્યુ હતુ. તેણે લખ્યું તમે અમને આટલી જલ્દી કઈ રીતે છોડી શકો છો. અમે સાથે સારો સમય વિતાવ્યો છે. હું હજુ પણ માની શકતી નથી. શું તમે જલ્દી પાછા આવી શકો છો, આપણે સાથે પાર્ટી કરીશું. તમારી સાથે ઘણું શેયર કરવું છે, હંમેશા પ્રેમ……
આ પણ વાંચો : ફોટામાં ચુપચાપ બેઠેલી છોકરી બની ગઈ છે હવે મોટી સ્ટાર, શું તમે તમારી ફેવરિટ અભિનેત્રીને ઓળખી શકશો?