AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: 44 વર્ષની થઈ શિલ્પા શિંદે, જાણો શા માટે કાર્ડ છપાયા બાદ અભિનેત્રીએ તોડી દીધા હતા લગ્ન

શિલ્પા શિંદેના પિતા ઇચ્છતા હતા કે તેમની પુત્રી વકીલ બને, પરંતુ શિલ્પાના મનમાં હતું કે તેણે માત્ર અભિનેત્રી બનવું જોઈએ અને અભિનયની દુનિયામાં ઘણું નામ કમાવવું જોઈએ, 28 ઓગસ્ટે તેના જન્મદિવસ નિમિત્તે, જાણો શા માટે તેણે તેના લગ્ન તોડ્યા હતા.

Birthday Special: 44 વર્ષની થઈ શિલ્પા શિંદે, જાણો શા માટે કાર્ડ છપાયા બાદ અભિનેત્રીએ તોડી દીધા હતા લગ્ન
Why Shilpa Shinde broke up the marriage after the card was printed
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 8:57 AM
Share

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને બિગ બોસ સીઝન 11 ની વિજેતા શિલ્પા શિંદેને (Shilpa Shinde) આજે સૌ કોઈ જાણે છે. પ્રેક્ષકો અભિનેત્રીને તેના મજબૂત અભિનય માટે ઓળખે છે, અને તેને ખૂબ પસંદ કરે છે. જ્યાં આજે (28 ઓગસ્ટે) અભિનેત્રી પોતાનો 44 મો જન્મદિવસ ઉજવી રહી છે. શિલ્પાનો જન્મ 28 ઓગસ્ટના રોજ મુંબઈમાં થયો હતો. તેણીએ ‘ભાભી જી ઘર પર હૈં’ (Bhabi Ji Ghar Par Hai) માં ‘અંગૂરી ભાભી’ ના પાત્રથી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. પરંતુ શું તમે જાણો છો કે શિલ્પાએ પોતે જ તેના લગ્ન તોડી નાખ્યા હતા, તે સમયે તેના લગ્નના કાર્ડ્સ પણ વહેંચાઈ ગયા હતા.

શિલ્પા તેની પ્રખ્યાત સિરિયલ ‘માયકા’ (2007-09) ના સેટ પર તેના સહ-કલાકાર રોમિત રાજ સાથે પ્રેમમાં પડી ગઈ. બંને વચ્ચે નિકટતા એટલી વધી કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હા, લગ્નની તારીખ 29 નવેમ્બર 2009 હતી, શિલ્પા અને રોમિતે લગ્ન માટે ગોવાની એક પ્રખ્યાત હોટલ પણ બુક કરાવી હતી. પરંતુ આ બધા પછી પણ, આ દંપતીના લગ્ન તૂટી ગયા. લગ્નના કાર્ડ છપાયા હતા, પરંતુ કરવાચોથના બે દિવસ પહેલા શિલ્પાએ તેના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો હતો.

જાણો શા માટે શિલ્પાએ લગ્ન તોડ્યા

શિલ્પાએ 2016 માં એક ઇન્ટરવ્યુમાં પોતાના લગ્ન તોડવાનું રહસ્ય દરેકને જણાવ્યું હતું, તેણે કહ્યું કે કરવાચોથના બે દિવસ પહેલા તેને સમજાયું કે રોમિત એડજસ્ટિંગ પતિ નથી બની શકતો. શિલ્પાએ તેની બધી મુશ્કેલીઓ રોમિત સાથે શેર કરી પરંતુ શિલ્પાની વાત સાંભળ્યા બાદ રોમિતે તેને અને શિલ્પાના પરિવારને સારું-ખોટું કહેવા લાગ્યા. જે પછી શિલ્પાએ નક્કી કર્યું હતું કે જે વ્યક્તિ તેનું અને તેના પરિવારનું સન્માન કરી શકતી નથી તે તેમની સાથે સંબંધ રાખવા પણ માંગતી નથી, લગ્ન તો દૂરની વાત છે.

શિલ્પા સાથે જોડાયેલા ઘણા વિવાદો છે

શિલ્પાએ તેના શો ‘ભાભીજી ઘર પર હૈ’ના મેકર્સ સાથે જોરદાર દલીલ કરી હતી. જ્યાં તેણે શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આ સમગ્ર કેસમાં કોઈ તથ્યો સામે ન આવવાના કારણે આ કેસને વધારે સમય સુધી ખેંચવામાં આવ્યો ન હતો. 2019 માં, અભિનેત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતની પ્રિય સ્ક્રિપ્ટ પર ફરી કામ શરુ કરશે રૂમી જાફરી, શું ફિલ્મમાં હશે રિયા ચક્રવર્તી?

આ પણ વાંચો: KBC 13: માત્ર 20 હજારના આ પ્રશ્નનો ખોટો જવાબ આપીને હારી ગઈ શ્રદ્ધા, શું તમે જાણો છો સાચો જવાબ?

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">