Niti Taylor Injured : સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 2’ના સેટ પર ઈજાગ્રસ્ત થઈ એકટ્રેસ, ફેન્સને બતાવી પોતાની સ્થિતિ
Niti Taylor Injured : પ્રખ્યાત ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈં 2 માં પ્રાચીનો રોલ કરનારી એકટ્રેસ નીતિ ટેલરને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. એકટ્રેસે હવે સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ જણાવી છે.
Bade Achhe Lagte Hain 2 Niti Taylor : લોકપ્રિય ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈં 2 માં પ્રાચીનો રોલ કરનારી એકટ્રેસ નીતિ ટેલરને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ શેર કરી છે. સીરિયલમાં 20 વર્ષના લીપમાં દિશા પરમાર અને નકુલ મહેતાએ શોને અલવિદા કહી દીધું છે, હવે તેમની પુત્રીઓ પ્રાચી અને પીહુની નવી સ્ટારકાસ્ટમાં એન્ટ્રી થઈ છે. શોની વાર્તા આ બંનેની આસપાસ ફરે છે. પૂજા બેનર્જી પીહુનું પાત્ર ભજવી રહી છે, જ્યારે નીતિ ટેલર પ્રાચીનો રોલ કરી રહી છે.
આ પણ વાંચો : Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા
શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા
એક્ટ્રેસ નીતિ ટેલર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે એક્ટ્રેસે એક ફોટો શેર કરીને પોતાની ઈજા વિશે જણાવ્યું છે. વાસ્તવમાં બડે અચ્છે લગતે હૈં 2 ના શૂટિંગ દરમિયાન એક્ટ્રેસને ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં નીતિએ તેના ચાહકોને તેની ઈજા વિશે અપડેટ આપી છે. નીતિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના ઈજાના નિશાન બતાવી રહી છે. એક્ટ્રેસના હાથમાં ઘણા બધા સ્ક્રેચ માર્કસ દેખાઈ રહ્યા છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘણી નાની ઈજાઓ.’ હવે એક્ટ્રેસની આ ઈજાને કારણે ફેન્સ પરેશાન થઈ રહ્યા છે.
View this post on Instagram
પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ છે નીતિ ટેલર
તમને જણાવી દઈએ કે નીતિ ટેલર પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તેણે સીરીયલ કૈસી યે યારિયાંથી ખાસ ઓળખ બનાવી હતી. આ શો દ્વારા તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આજે નીતિ ટીવીની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેની અને પાર્થ સમથાનની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. સીરીયલ બડે અચ્છે લગતે હૈં 2 પહેલાં નીતિએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 માં પણ ભાગ લીધો હતો. નીતિ ભલે આ શો જીતી ન હોય, પરંતુ તે સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. નીતિ તેના ડાન્સ અને એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે.