AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 સમાપ્ત થતાંની સાથે જ Sumbul Touqeerનું ચમક્યું નસીબ, એક્ટ્રેસે નવું ઘર ખરીદ્યું

Sumbul Touqeer New House : નાના પડદા પર 'ઈમલી' બનીને બધાનું દિલ જીતનારી સુમ્બુલ તૌકીર ખાનને બિગ બોસના ઘરમાં એક નવો દરજ્જો આપવામાં આવ્યો છે. સુમ્બુલે હવે તેનું નવું ઘર ખરીદ્યું છે. જેનો વીડિયો તેણે શેર કર્યો છે.

Bigg Boss 16 સમાપ્ત થતાંની સાથે જ Sumbul Touqeerનું ચમક્યું નસીબ, એક્ટ્રેસે નવું ઘર ખરીદ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:16 AM
Share

Sumbul Touqeer New House : નાના પડદા પર ‘ઇમલી’ બનીને સૌના દિલ જીતનાર સુમ્બુલ તૌકીર ખાનને બિગ બોસના ઘરમાં એક નવો દરજ્જો આપવામાં આવ્યો છે. શોની અંદર રહીને તેણે તેની વાસ્તવિક છબી તેના ચાહકોની સામે રજૂ કરી છે. જે તેના ચાહકોને પણ પસંદ આવી છે. હવે બિગ બોસ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ આ શોની ચર્ચા સતત દરેક જગ્યાએ થઈ રહી છે. આ સિઝનમાં સ્પર્ધકોના ભાવિના દરવાજા ખુલી ગયા છે.

આ પણ વાંચો : Bigg Boss 16 : ટીના-શાલીન અને સુમ્બુલ-સૌંદર્યામાંથી એક થશે શોમાંથી OUT, બિગ બોસમાં આવ્યો ટ્વિસ્ટ

વીડિયોમાં સુમ્બુલે બતાવી નવા ઘરની ઝલક

શો પૂરો થયા પછી સુમ્બુલ તૌકીરને પણ નવો શો મળ્યો છે. જેના માટે તે શૂટિંગ પણ કરી રહી છે. પરંતુ આના કરતાં પણ સુમ્બુલના જીવનમાં જે મોટી ખુશી આવી છે તે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં સુમ્બુલે નવું ઘર ખરીદ્યું છે અને તેણે પોતે એક વીડિયો શેર કરીને આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુમ્બુલ તેના નવા ઘરની ઝલક બતાવતી જોવા મળે છે.

જુઓ નવા ઘરનો વીડિયો

વીડિયોમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે હાલમાં તેનું નવું ઘર તૈયાર થઈ રહ્યું છે. કામ ચાલી રહ્યું છે જે તે ટૂંક સમયમાં બધાને બતાવશે. આ સિવાય વીડિયોમાં સુમ્બુલ તેના આર્કિટેક્ટ સાથે પણ વાત કરાવે છે. જે જણાવે છે કે હાલ કામ ચાલી રહ્યું છે. આ સાથે બંને ફેન્સ પાસેથી તેમના ઘર માટે સજેશન પણ માંગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાછળ રહેલા લોકો સતત કામ કરતા જોવા મળે છે.

આ વીડિયોને શેર કરતી વખતે સુમ્બુલે કેપ્શનમાં લખ્યું છે કે, મારું નવું ઘર, કામ ચાલી રહ્યું છે. તમારા આઈડિયા આપો. તમને જણાવી દઈએ કે ખૂબ જ નાની ઉંમરમાં સુમ્બુલે ઘણી પ્રગતિ કરી છે. બિગ બોસના ઘરમાં પણ તેણે યુવાન હોવા છતાં ઘણી સમજણ બતાવી છે. અભિનેત્રી હાલમાં તેના નવા વેબ શો ડિયર ઈશ્કનું શૂટિંગ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">