AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KAPIL SHARMA જલ્દી જ બીજી વાર બનશે પિતા, ફેન્સને આપી જાણકારી

નાના પડદાના લોકપ્રિય શોમાં સામેલ ધ કપિલ શર્મા શો (THE KAPIL SHARMA SHOW) આવતા મહિનાથી ઓફ એર થવા જઈ રહ્યું છે.

KAPIL SHARMA જલ્દી જ બીજી વાર બનશે પિતા, ફેન્સને આપી જાણકારી
કપિલ શર્મા બીજીવાર બાળકના પિતા બનશે. આ સમાચાર ખુદ કપિલ શર્માએ જ ટવીટ કરીને આપ્યા.
Charmi Katira
| Edited By: | Updated on: Jan 29, 2021 | 11:59 AM
Share

નાના પડદાના લોકપ્રિય શોમાં સામેલ ધ કપિલ શર્મા શો (THE KAPIL SHARMA SHOW) આવતા મહિનાથી ઓફ એર થવા જઈ રહ્યું છે. શો બંધ થવાને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી પરંતુ લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે કપિલ શર્માની પત્ની ગિન્નીની (GINNI CHATRATH) બીજી પ્રેગનેન્સીને લઈને બંધ કરવામાં આવી રહ્યો છે.   કપિલ શર્માએ લોકોના આ અંદાજ પર મહોર મારી છે.

ગુરુવારે કપિલે ટ્વીટર પર ચેટ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં તેના ફેન્સએ સવાલ પૂછવા માટે આમંત્રિત કર્યા હતા, આ દરમિયાન એક ફેન્સએ તેમને આ શો બંધ થવાનું કારણ પૂછ્યું, જેના જવાબ પર કપિલે જવાબ આપ્યો- કારણ કે મારે મારા બીજા બાળકને આવકારવા માટે પત્ની સાથે ઘરે રહેવું પડશે. આ પહેલી વાર છે જ્યારે કપિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બીજી વખત પિતા બનવાનું સ્વીકાર્યું છે. છેલ્લા ઘણા સમયથી એવી ખબર આવી રહી હતી કે કપિલ શર્મા ફરી એકવાર પિતા બનશે, પરંતુ કોમેડિયન દ્વારા કયારે પણ પુષ્ટિ કરવામાં આવી ના હતી.

જણાવી દઈએ કે, કપિલ શર્મા શો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં બંધ થઈ રહ્યો છે. જો કે, આ મહિનાની શરૂઆતમાં કપિલે પોતાના એક ટ્વિટથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, જેમાં તેણે ફેન્સને કહ્યું હતું – આવતીકાલે હું એક સારા સમાચાર આપવા જઈ રહ્યો છું. ત્યારે ફેન્સએ અનુમાન લગાવ્યું હતું કે, બીજા દિવસે કપિલ પિતા બનવાના સારા સમાચાર કહેશે, પરંતુ તે એક પ્રમોશનલ કેમ્પઇન નીકળ્યું હતું. જેને લઈને કપિલએ નેટફ્લિક્સ સાથે ત્રણ નવા શો અંગેની જાણકારી આપી હતી.

જણાવી દઈએ કે, કપિલની પત્ની ગિન્ની બીજી વખત પ્રેગનેન્ટ હોવાના સમાચાર નવેમ્બરમાં પહેલીવાર આવ્યા હતા. ભારતી સિંહએ કરવા ચોથ વીડિયોમાં ગિન્નીના બેબી બમ્પ બતાવ્યા બાદ સમાચાર ફેલાયા હતા કે કપિલ બીજી વખત પિતા બનશે. કપિલે દિવાળીના પ્રસંગે તેની માતા, પુત્રી અનયારા અને પત્ની ગિન્ની સાથે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં ગિન્ની ખુરશીની પાછળ ઉભી હતી. આ ફોટો પછી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગિન્ની ગર્ભવતી છે. જેને લઈને ગિન્નીની ડીલેવરી ફેબ્રુઆરીમાં થવાની વાત લગભગ નિશ્ચિત થઇ ચુકી છે.

આ પણ વાંચો: WINTERમાં પાણીના અભાવને કારણે થશે DEHYDRATION, કિડની સહિતના આ અંગો પર થશે ખરાબ અસર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">