Viral Video: દિવ્યાંકા ત્રિપાઠીએ ભૂકંપના આંચકાનો માણ્યો આનંદ, એક્ટ્રેસનો વીડિયો જોઈને યુઝર્સ થયા ગુસ્સે

ટીવી જગતના ફેમસ શો 'યે હૈ મહોબ્બતેં'માં ડોક્ટર ઈશિતા અય્યર ભલ્લાનો રોલ પ્લે કરીને ઘર ઘરમાં ફેમસ થયેલી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: દિવ્યાંકા ત્રિપાઠીએ ભૂકંપના આંચકાનો માણ્યો આનંદ, એક્ટ્રેસનો વીડિયો જોઈને યુઝર્સ થયા ગુસ્સે
Divyanka Tripathi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:34 PM

જો કોઈ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત ફેમસ થઈ શકે છે, તો તે ટ્રોલ પણ થઈ શકે છે. ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પણ આ સમયે ટ્રોલર્સના નિશાના પર છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ વીડિયોમાં ભૂકંપના આંચકાનો એક્સપરિઅન્સ શેયર કર્યો હતો. આ વીડિયોમાં દિવ્યાંકા ખુશીથી પોતાનો પહેલા ભૂકંપનો અનુભવ જણાવી રહી હતી. દિવ્યાંકા ત્રિપાઠીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો દિવ્યાંકાને ટ્રોલ કરી રહ્યા છે.

દિવ્યાંકા ત્રિપાઠીનો લાઈવ વીડિયો

દિવ્યાંકા ત્રિપાઠી વીડિયોમાં કહી રહી છે, ‘તે ખૂબ જ રોમાંચક છે કારણ કે હું મારી લાઈફનો પહેલો ભૂકંપ અનુભવી રહી છું. હું અત્યારે ચંદીગઢમાં છું અને અહીં બધા શેરીમાં ઉતરી આવ્યા છે. હવે વધુ થાય ત્યાં સુધી તે એક્સાઈટિંગ છે. આ વીડિયોમાં દિવ્યાંકા તેની આસપાસનું વાતાવરણ પણ બતાવે છે.

દિવ્યાંકાના આ વીડિયોને ટ્વિટર પર શેયર કરીને લોકો તેને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ટીવી સિરિયલોમાં કામ કરીને આ એક્ટ્રેસનું દિમાગ ખરાબ ગયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેડમ, કૃપા કરીને કંઈક સમજી વિચારીને કહો.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : પતિથી અલગ થતાની સાથે જ અંગૂરી ભાભીનો બદલાયો અંદાજ, બ્લેક સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક, જુઓ VIDEO

દિવ્યાંકાનું કરિયર

તમને જણાવી દઈએ કે મંગળવારે ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હીની આસપાસ થોડી સેકન્ડ માટે અનુભવાયા હતા. ભૂકંપના આંચકા દરમિયાન અનેક લોકો પોતાના ઘરો અને બિલ્ડીંગમાંથી બહાર આવી ગયા હતા. દિવ્યાંકા ત્રિપાઠીના કરિયરની વાત કરીએ તો તેની ગણતરી ટીવીની ટોપ એક્ટ્રેસમાં થાય છે.

દિવ્યાંકાએ પોતાની એક્ટિંગના દમ પર નાના પડદા પર એક અલગ જ ઓળખ બનાવી છે. દિવ્યાંકાએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે પરંતુ તે સિરિયલ ‘બનો મેં તેરી દુલ્હન’થી ફેમસ થઈ હતી. આ પછી દિવ્યાંકાની સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ પણ દર્શકોને પસંદ આવી હતી.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">