AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ

કરણ જોહરના (Karan Johar) શો 'કોફી વિથ કરણ'ની (Koffee With Karan) છઠ્ઠી સિઝન વર્ષ 2019માં આવી હતી. પરંતુ કેટલાક લોકો 'કોફી વિથ કરણ'ની નવી સીઝનને લઈને બિલકુલ ઉત્સાહિત નથી, તેમજ શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ
The Koffee With Karan 7 (Image-koimoi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 2:18 PM
Share

બોલિવૂડ(Bollywood) ફિલ્મ નિર્માતા કરણ જોહરનો (Karan Johar) શો ‘કોફી વિથ કરણ’ (Koffee With Karan) સૌથી લોકપ્રિય ચેટ શોમાંથી એક છે. ફિલ્મ સ્ટાર્સથી લઈને ઘણી મોટી હસ્તીઓએ તેમની ગપસપથી શોને આકર્ષિત કર્યો છે. આ સાથે આ શો સેલિબ્રિટીઓના અંગત જીવનની પળોને લઈને વિવાદને પણ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. છેલ્લી સીઝન દરમિયાન આ શો ટ્રોલ્સના નિશાના હેઠળ આવ્યો હતો. જેના કારણે તેને થોડા સમય માટે ઑફ-એર કરવામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે કરણ શોની નવી સીઝન સાથે પાછો ફરી રહ્યો છે.

કરણ જોહરના આ શોની છઠ્ઠી સિઝન વર્ષ 2019માં આવી હતી. ત્યારથી કેટલાક ચાહકો ચેટ શોની નવી સીઝનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝનને લઈને બિલકુલ ઉત્સાહિત નથી, તેમજ શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ ચેટ શોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી હતી.

લોકોએ કહ્યું આવું

કરણ જોહરના આ શોને લઈને ટ્વિટર પર ‘બોયકોટ કોફી વિથ કરણ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “અમે આ શોનો બહિષ્કાર કરીશું”. તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “આ શોમાં જે આવશે કોઈ મોટું નામ નહી હોય. તે ફ્લોપ સીઝન છે.” ત્રીજા યુઝરે લખ્યું, “એ જ નેપોકિડ્સ આવશે જેઓ બહારના પક્ષકારોની મજાક ઉડાવે છે. આ વખતે પણ આ શોમાં કંઈ નવું જોવા મળશે નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે, હવે કોની જીંદગી કરણ જોહર આ સમયે બરબાદ કરવા જઈ રહ્યો છે.

આ સ્ટાર્સ બની શકે છે કોફી ટેબલનો એક ભાગ

મીડિયા અહેવાલ મુજબ શો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝન સ્ટાર-સ્ટડેડ સિઝન હશે. જેમાં અક્ષય કુમાર, વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદાન્ના, સિદ્ધાંત ચતુર્વેદી જેવી સેલિબ્રિટીઓ સહિત લગભગ સમગ્ર કલાકારો આ કોફી ટેબલનો એક ભાગ હોવાની અપેક્ષા છે. નવપરિણીત યુગલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ કોફી વિથ કરણ સીઝન 7 પર તેમની પ્રથમ ઓન-સ્ક્રીન હાજરી આપી શકે છે.

મે મહિનાથી શરૂ થશે આ શોનું શૂટિંગ

અહેવાલો અનુસાર કરણ તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની’ની લવસ્ટોરીના મોટા ભાગનું શૂટિંગ મે મહિનામાં પૂર્ણ કરશે. આ શેડ્યૂલ સમાપ્ત કર્યા પછી કરણ તેના ચેટ શો કોફી વિથ કરણની સીઝન 7 પર કામ શરૂ કરશે. આ શોનું પ્રી-પ્રોડક્શન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટીમ મેના મધ્યથી શૂટિંગ શરૂ કરી શકે છે. અહેવાલ મુજબ આ શો જૂનમાં સ્ટાર નેટવર્ક પર પ્રસારિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Jamnnagar: પ્રેમ પ્રકરણમાં 10 લોકોએ કર્યો જીવલેણ હુમલો, પ્રેમીના કાકાની નિર્મમ હત્યાથી ભારે ચકચાર, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:  બનાસકાંઠાઃ મૂકબધીર બાળકીની બળાત્કાર સાથે હત્યાનો કેસ, આરોપીને ફાંસીની સજા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">