Filmfare Awards 2022: ક્યારે અને ક્યાં પ્રસારિત થશે ફિલ્મફેર એવોર્ડ ફંક્શન, જાણો સમગ્ર માહિતી
ફિલ્મ જગતનો સૌથી લોકપ્રિય એવોર્ડ 67માં ફિલ્મફેર એવોર્ડ્સની (Filmfare Awards 2022) જાહેરાત 30 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે. હવે તેનું પ્રીમિયર ટીવી પર થવાનું છે.
ફિલ્મ જગતનો સૌથી લોકપ્રિય એવોર્ડ 67માં ફિલ્મફેર એવોર્ડ્સની (Filmfare Awards 2022) જાહેરાત 30 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે. હવે તેનું પ્રીમિયર ટીવી પર થવાનું છે. આ વખતે શોને રણવીર સિંહ (Ranveer Singh) અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેરશાહ’ને આ વખતે સર્વશ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય)નો એવોર્ડ મળ્યો હતો અને નિર્દેશક વિષ્ણુ વર્ધનને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો. હવે આ એવોર્ડ ફંક્શન ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. દર્શકો આ એવોર્ડ ફંક્શન તેમના ઘરે બેસીને જોઈ શકશે.
મળતી માહિતી મુજબ જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ એવોર્ડ સેરેમનીનું ટેલિવિઝન પ્રીમિયર આ શુક્રવારે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. આ એવોર્ડ ફંક્શનનું ટેલિકાસ્ટ કલર્સ ચેનલ પર રાત્રે 9 વાગ્યાથી કરવામાં આવશે. સિનેમા પ્રેમીઓ ટાઈમ નોટ કરી લે અને ઘરે બેસીને એવોર્ડ ફંક્શનને એન્જોય કરે. આ પ્રીમિયરમાં એવોર્ડ સેરેમની સિવાય સ્ટાર્સના પરફોર્મન્સ પણ જોવા મળશે. આ સાથે દર્શકોને રેડ કાર્પેટની ઝલક પણ જોવા મળશે.
View this post on Instagram
રણવીર સિંહને મળ્યો ફિલ્મફેર બેસ્ટ એક્ટર
આ વખતે ફિલ્મ ’83’ માટે રણવીર સિંહને બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ(મેલ) માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે, જ્યારે કૃતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસ ઈન અ લીડિંગ રોલ (ફિમેલ)નો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘સરદાર ઉધમ’ માટે વિકી કૌશલને બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) તરીકે જ્યારે ફિલ્મ ‘શેરની’ માટે વિદ્યા બાલનને બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) તરીકે એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ ફંક્શનમાં સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
View this post on Instagram
સર્વશ્રેષ્ઠ ગીત માટેનો ફિલ્મફેર એવોર્ડ 83ના ગીત ‘લહેરા દો’ માટે કૌસર મુનીરને મળ્યો હતો. બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ બી પ્રાકને શેરશાહના ગીત મન ભરાયા માટે મળ્યો હતો. શરવરી વાઘને તેની ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો એવોર્ડ સીમા પાહવાને ‘રામપ્રસાદ કી તેહરવી’ માટે મળ્યો હતો. બેસ્ટ ડેબ્યુ મેલનો એવોર્ડ એહાન ભટને ’99 સોંગ્સ’ માટે મળ્યો.