TMKOC : રીટા રિપોર્ટર સાથે કરશે પોપટલાલ લગ્ન? પ્રિયા રાજદાએ આપ્યો આ જવાબ
રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ પ્રિયા આહુજા રાજદા (Priya Malav Rajda) પોતાની લાઈફને ફુલ એન્જોય કરી રહી છે. હાલમાં પ્રિયા તેના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં હતી. આ બોલ્ડ ફોટોશૂટને કારણે પ્રિયાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.

ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસ પ્રિયા આહુજા રાજદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સબ ટીવીના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થનાર પ્રિયા માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે વાતચીત કરતી નથી, પરંતુ તે યુઝર્સના ઘણા રસપ્રદ સવાલોના જવાબ પણ ખૂબ જ બેબાકીથી આપતી જોવા મળે છે. હાલમાં જ પ્રિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસ્ક મી એનિથિંગ સેશન શરૂ કર્યું હતું. પ્રિયાના આ સેશનમાં ફેન્સે તેને અઢળક સવાલો પૂછ્યા હતા. પ્રિયાએ ફેન્સના તમામ સવાલોના જવાબો પણ આપ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે પ્રિયાને સવાલ કર્યો કે તે તેના આગામી બાળકનું પ્લાનિંગ ક્યારે કરી રહી છે. જેના જવાબમાં પ્રિયાએ તેના પતિ માલવ રાજદાને ટેગ કરીને લખ્યું કે તે કયો સંબંધી છે તે ફેક એકાઉન્ટથી સવાલો પૂછે છે, તપાસ કરો. તારક મહેતામાં પ્રિયાના રોલ પર સવાલ કરતા અન્ય એક યુઝરે પૂછ્યું કે, જો રીટા રિપોર્ટરના લગ્ન શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ સાથે લગ્ન કરી લે તો તમારું રિએક્શન શું હશે? જેનો જવાબ આપતા પ્રિયાએ ફની અંદાજમાં કહ્યું કે, “હું પણ એ જ કહેતી કેન્સલ કેન્સલ કેન્સલ.”
જાણો કોણ છે રીટા રિપોર્ટર
તમને જણાવી દઈએ કે પ્રિયા આહુજા રાજદાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ કર્યો હતો. જેમાં રીટાનો રોલ પણ દર્શકોને પસંદ આવ્યો હતો. હાલમાં પ્રિયા તેના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં હતી. આ બોલ્ડ ફોટોશૂટને કારણે પ્રિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જેના જવાબમાં પ્રિયાએ કહ્યું હતું કે, મને સોશિયલ મીડિયા પર પોતાને બતાવવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી.
આ પણ વાંચો : તેજસ્વી કરણના ચાહકો માટે સારા સમાચાર ! લવબર્ડ્સ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધશે?
થોડા સમય પહેલા ટ્રોલ થઈ હતી પ્રિયા
ફોટોશૂટની પોસ્ટ પર ટોલર્સનો જવાબ આપતાં પ્રિયાએ લખ્યું છે કે, તમારામાંથી ઘણા લોકો જાણવા માગે છે કે માલવને કેવા પ્રકારની પત્ની મળી છે અને માલવ મને આવા ડ્રેસ પહેરવાની મંજૂરી કેમ આપે છે. આ સાથે ઘણા લોકો મારા પુત્ર અરદાસને લઈને પણ વાત કરે છે કે તેને કેવા પ્રકારની માતા મળી હશે. મારી પાસેથી અરદાસને કેવી શીખ મળશે? તેથી જ હું તમને બધાને વિનંતી કરું છું કે હું કેવી પત્ની અને કેવી માતા છું, ફક્ત માલવ અને અરદાસને જ વિચારવા દો.