AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા ફેમ આરાધના શર્મા Alibaba શોમાં તુનિષા શર્માની જગ્યા લેશે? શોમાં આવ્યો નવો ટ્વિસ્ટ

Alibaba serial : આરાધના શર્માએ ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. હાલમાં જ આ સુંદર એકટ્રેસે અલીબાબા સિરિયલમાં એન્ટ્રી કરી છે.

તારક મહેતા ફેમ આરાધના શર્મા Alibaba શોમાં તુનિષા શર્માની જગ્યા લેશે? શોમાં આવ્યો નવો ટ્વિસ્ટ
tunisha sharma aradhna sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 8:43 AM
Share

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા પછી સોની સબ એ અલીબાબા દાસ્તાન કે કાબુલને ‘અલીબાબા – એક અંદાજ અનદેખા : ચેપ્ટર 2’ નામ સાથે રજૂ કર્યું. આ સિરિયલ આજકાલ ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. શોના વર્તમાન ટ્રેકમાં બેક ટુ બેક નવા રહસ્યમય ટ્વિસ્ટ પણ આવી રહ્યા છે. આ એપિસોડમાં નાના પડદાની જાણીતી અભિનેત્રી આરાધના શર્મા પણ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

આ પણ વાંચો : ‘અલીબાબા’ શો ફરી થશે ઓન એર, શું તે સેટ પર જ થશે શુટિંગ? આ અભિનેત્રીએ કર્યો ખુલાસો

અલીબાબા – એક અંદાજ અનદેખા: ચેપ્ટર 2માં શીજાન ખાનને પ્રકરણ-2માં અભિષેક નિગમ દ્વારા બદલવામાં આવ્યો છે. શોના લેટેસ્ટ એપિસોડમાં અલીનું પાત્ર ભજવી રહેલ અભિષેક નિગમ નાઝિયા એટલે કે સપના ઠાકુરના ઘરે પહોંચવાનો છે. જે બાદ અલી અને સિમસિમની જિંદગીમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ જોવા મળી શકે છે. બીજી તરફ સમાચાર અનુસાર આરાધના શર્માની એન્ટ્રી શોના આગામી એપિસોડમાં થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આરાધના તુનિષાને રિપ્લેસ કરશે પરંતુ અલીબાબામાં આરાધના શોમાં નેગેટિવ પાત્ર ભજવતી જોવા મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ આ અભિનેત્રીએ પણ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

ઘણા શોમાં જોવા મળી છે આરાધના

તમને જણાવી દઈએ કે, આરાધના શર્મા આ પહેલા નાના પડદા પર ચન્ના મેરેયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અલાદ્દીન : નામ તો સુના હોગા જેવા ઘણા પ્રખ્યાત શોમાં જોવા મળી છે. આવી સ્થિતિમાં અલીબાબા એક અંદાજ અનદેખા : ચેપ્ટર 2ના ચાહકો આરાધનાને શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

શું માર્જીનાને શોધી શકશે અલીબાબા ?

અલીબાબા એક અંદાજ અનદેખા : ચેપ્ટર 2ના આગામી એપિસોડ વિશે વાત કરીએ તો અલીબાબા મર્જીનાને શોધવા નીકળ્યા છે. જો કે સિમસિમે અલીબાબા પર નજર રાખવા માટે કોટવાલને નાઝિયાના ઘરે મોકલી દીધો છે પરંતુ સિમસિમને ખબર નથી કે અલીબાબા હંમેશા તેના કરતા એક ડગલું આગળ હોય છે. આવી સ્થિતિમાં સિમસિમની યોજના તેની પર જ ભારે પડી શકે છે. નાઝિયાના ઘરે પહોંચ્યા બાદ અલીબાબાએ સિમસિમ સાથે જોડાયેલી ઘણી માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે અલીબાબા સિમસિમ પર દાવ રમતી વખતે માર્જિનાને શોધવામાં કેવી રીતે સફળ થાય છે. બીજી તરફ અલીબાબાના આ વાર પર સિમસિમ કેવી રીતે જવાબ આપે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">