‘અલીબાબા’ શો ફરી થશે ઓન એર, શું તે સેટ પર જ થશે શુટિંગ? આ અભિનેત્રીએ કર્યો ખુલાસો
Tunisha Sharma ની લોકપ્રિય સીરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'ની સ્ટાર કાસ્ટને ફરી એકવાર સેટ પર બોલાવવામાં આવી રહી છે. આ વાતનો ખુલાસો તુનીશાની કો-સ્ટાર સપના ઠાકુરે કર્યો છે.

તુનિષા શર્માની આત્મહત્યા બાદ તેના નજીકના મિત્રો સહિત સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે. અભિનેત્રીના મૃત્યુ બાદ તેનો શો પણ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન તુનિષા શર્મા અને શીઝાન ખાનના લોકપ્રિય શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખરેખર, સોની સબનો હિટ શો ‘અલી બાબા’ ફરી શરૂ થયો છે. આ વાતનો ખુલાસો તુનીશાની કો-સ્ટાર સપના ઠાકુરે કર્યો છે.
તાજેતરમાં જ શોના સ્ટારને શોમાં પાછા બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અલીબાબાના કેટલાક એપિસોડ બેકઅપમાં પડ્યા હતા. તુનિષાના મૃત્યુ પછી આ શો બંધ થઈ ગયો હતો, તેથી તે હજી પ્રસારિત થયો ન હતો. હવે ધીમે-ધીમે ફરી એકવાર શોની સ્ટારકાસ્ટને સેટ પર પરત બોલાવવામાં આવી રહી છે. જો કે આ સમય તેમના માટે ઘણો મુશ્કેલ છે. પરંતુ, શો ફરી શરૂ કરવાનો છે.
સપના ઠાકુરે શોમાં પાછા ફરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. હાલમાં જ એક મીડિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, તે કેટલી નર્વસ હતી. આ સિવાય સપનાએ તુનિષાની આત્મહત્યાથી લઈને પરત ફર્યા સુધીના સમગ્ર અનુભવ પર ખુલીને વાત કરી છે. હવે તમે વિચારતા હશો કે શું આ એ જ સેટ છે જ્યાં તુનીશાએ આત્મહત્યા કરી હતી?
સપના ઠાકુર
View this post on Instagram
‘આ આઘાતમાંથી કોઈ બહાર આવી શક્યું નથી’
વાસ્તવમાં, શોના નિર્માતાઓએ શો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ તેમના માટે તે જ સેટ પર પાછા જવું શક્ય નહોતું. તેથી બાકીના સ્ટાર્સની ફિલિંગને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ એક અલગ સેટ તૈયાર કર્યો છે. સપનાએ જણાવ્યું કે, જ્યારે તેને ફોન આવ્યો ત્યારે તેનો પહેલો સવાલ એ હતો કે શુ શૂટિંગ એક જ સેટ પર થશે? તમને જણાવી દઈએ કે સપના કહે છે કે હજુ સુધી કોઈ આ આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. સેટ પર એન્ટ્રી લીધા પછી તેને સમજાતું નહોતું કે આ કેવો અહેસાસ છે
શોનો ટ્રેક બદલાઈ શકે છે : રિપોર્ટ્સ
પોતાનો અનુભવ શેર કરતાં સપનાએ કહ્યું કે, હું સમજી શકતી નથી કે સેટ પર બધાની સ્થિતિ કેવી હતી અને હું શું અનુભવી રહી હતી. એ લાગણીને શબ્દોમાં કેવી રીતે વર્ણવું. અમે બધા ખૂબ જ દુઃખી છીએ. શોના બંને મુખ્ય લીડ રોલ પર્સન ત્યાં નથી. રિપોર્ટ્સ કહે છે કે મેકર્સ ટ્રેક બદલી શકે છે.