AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 વર્ષના ભારતીય ક્રિકેટરની સાથે શેફાલીની હતી ફ્રેન્ડશીપ, જન્મદિવસ પર કર્યો હતો ડાન્સ

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ માત્ર 20 વર્ષની ઉંમરે કરિયરની શરુઆત કરી હતી. 2002માં પ્રથમ ગીતથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 42 વર્ષની ઉંમરમાં શેફાલીએ દુનિયાને અલવિદા કહ્યું છે પરંતુ તે હંમેશા ચાહકોના મનમાં જરુર રહેશે. પરંતુ શું તમે જાણો છે,આ ભારતીય ક્રિકેટર સાથે તેની ખાસ ફ્રેન્ડશીપ હતી.

25 વર્ષના ભારતીય ક્રિકેટરની સાથે શેફાલીની હતી ફ્રેન્ડશીપ, જન્મદિવસ પર કર્યો હતો ડાન્સ
Follow Us:
| Updated on: Jun 29, 2025 | 10:10 AM

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. માત્ર 20 વર્ષની ઉંમરે કરિયરની શરુઆત કરનારી શેફાલી જરીવાલાએ ફિલ્મ, ટીવી અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, શેફાલી જરીવાલા બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી હતી. 42 વર્ષની ઉંમરે અભિનેત્રી અચાનક અલવિદા કહ્યુ છે. તેના પતિ પરાગ, પરિવાર અને તેના ચાહકો પર આભ તુટી પડ્યું છે. હાલમાં શેફાલી જરીવાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પતિ અને ખાસ મિત્રો સાથે પાર્ટી એન્જોય કરી રહી છે. શું તમે જાણો છો કે, આ ભારતીય ક્રિકેટર કોણ છે. જેની સાથે શેફાલી જરીવાલાની ખાસ મિત્રતા હતી.

ફિલ્મી સ્ટાર અને ક્રિકેટર્સનું ખાસ કનેક્શન જોવા મળે છે. કોઈની જોડી તો કોઈની ફ્રેન્ડશીપ ચર્ચામાં રહે છે. આમાંથી એક છે 25 વર્ષનો ક્રિકેટર પૃથ્વી શો. જેના ગત્ત જન્મદિવસ ખુબ ખાસ હતો. આ પાર્ટીમાં શેફાલી જરીવાલા પણ જોવા મળી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણો
Video : વિદેશી મહિલાએ તાજમહેલની વાસ્તવિકતા બતાવી, કેમેરામાં કેદ થયેલું આઘાતજનક દ્રશ્ય
બોલીવુડના કિંગ શાહરુખ ખાનના 10 સૌથી ફેમસ ડાયલોગ, જુઓ
2800 કરોડના માલિકની પત્નીનો આવો છે પરિવાર
4 બાળકોના પિતા રવિ કિશનનો આવો છે પરિવાર
કોણ છે યુટ્યુબર આશીષ ચંચલાનીની ગર્લફ્રેન્ડ? જુઓ તસવીરો

શેફાલીની આ ક્રિકેટર સાથે મિત્રતા હતી

ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ 9 નવેમ્બર 2024ના રોજ પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જે તેના માટે ખુબ ખાસ હતો કારણ કે, આ જ દિવસે ક્રિકેટરનું નામ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈના ખેલાડીઓના લિસ્ટમાં આવ્યું હતુ. આ દરમિયાન પૃથ્વી શોએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તે મિત્રો સાથે પાર્ટી એન્જોય કરી રહ્યો છે. આ વીડિયોમાં શેફાલી જરીવાલા પણ હતી. શેફાલીના પતિ પરાગે પણ પૃથ્વી શોની સ્પેશયલ પોસ્ટ શેર કરી બર્થ ડે વિશ કર્યું હતુ.

આ 5 સ્ટારને ફોલો કરતી હતી શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા જે બોલિવુડ સ્ટારને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. તેમાં દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, બોબી દેઓલ અને ફરહાન અખ્તરના નામ સામેલ છે. અભિનેત્રીના બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક ખાસ ફ્રેન્ડ પણ હતા. જેમાં સિદ્ધાર્થ શુક્લા, હિંદુસ્તાની ભાઉ, હિંમાશી ખુરાના, મીકા સિંહ અને આરતી સિંહના નામ સામેલ હતા. જેમાં કેટલાક લોકોની સાથે બિગ બોસ સીઝન 13માં સાથે જોવા મળી હતી. પરંતુ તેમની પૃથ્વી શો સાથે પણ સારી મિત્રતા હતી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">