કલર્સ ટીવીનો મોસ્ટ પોપ્યુલર એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12) તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. ટૂંક સમયમાં આ સિઝનનો વિજેતા આપણા બધાની સામે હશે. શોના મેકર્સે સ્પર્ધકોને સખત સ્પર્ધા આપી અને સ્પર્ધકોએ પણ હિંમતથી દરેક ડરનો સામનો કર્યો, અને તેમનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું. ઘણા અઠવાડિયાના ખતરનાક સ્ટન્ટ પછી, રોહિત શેટ્ટીના (Rohit Shetty) આ શોનો પોતનો વિનર મળશે. રવિવાર 18 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગ દરમિયાન ફેન્સનો ઉત્સાહ જોવા મળ્યો હતો, બધા દર્શકો વિજેતાનું નામ જાણવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
ખતરોં કે ખિલાડી 12નો ગ્રાન્ડ ફિનાલે આજે અને આવતીકાલે એટલે કે 24 અને 25 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યાથી કલર્સ ટીવી પર જોઈ શકાશે. કલર્સ ટીવી સિવાય આ શો ઓટીટી પ્લેટફોર્મ વૂટ સિલેક્ટ પર પણ જોઈ શકાય છે.
Sabhi finalists ki kundali kholenge ab Ranveer 😂 Kya iss moment ko dekhne ke liye aap ho excited? 😍
Dekhiye #KhatronKeKhiladi #GrandFinale, aaj aur kal raat 9.30 baje, sirf #Colors par! Anytime on @justvoot#KKK12 #KKKGrandFinale#RohitShetty pic.twitter.com/8VCmxoPLYX
— ColorsTV (@ColorsTV) September 24, 2022
મેઈન ફાઇનલિસ્ટ રૂબીના દિલાઈક, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ, મોહિત મલિક, કનિકા માન અને તુષાર કાલિયા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રુબીના દિલાઈક અને જન્નત ઝુબેર બાદ તુષાર કાલિયા અને ફૈઝલ શેખ ટોપ 2માં જોવા મળશે. આ બંને ટ્રોફી જીતવા માટે એકબીજા સાથે લડશે. ખતરોં કે ખિલાડી 12ની ટ્રોફી અને ઈનામની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એક કાર કંપની આ રિયાલિટી શોની ઓફિશિયલ સ્પોન્સર છે અને તેઓએ વિજેતાને એક શાનદાર કાર આપવાનો વાદો કર્યો છે.
Desh ki janta ka pyaar lekar, aa pahunche hai humaare khiladi in the finals ❤️ Kis contestant mein dekhte hai aap winner?
Dekhiye #KhatronKeKhiladi #GrandFinale, aaj aur kal raat 9.30 baje, sirf #Colors par! Anytime on @justvoot#KKK12 #KKKGrandFinale#RohitShetty pic.twitter.com/iDopAUwhvn
— ColorsTV (@ColorsTV) September 24, 2022
વિનર વિશે વાત કરીએ તો રિપોર્ટ મુજબ તુષાર કાલિયાને કેકેકે 12 ના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને જો કેટલાક રિપોર્ટનું માનીએ તો મિલ્ટર ફૈઝુ આ શોના વિજેતા છે. પરંતુ મેકર્સ અને સ્પર્ધકો દ્વારા આ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગ પછી ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તુષાર કાલિયા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની ચાવી સાથે જોવા મળી રહ્યો છે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તુષારે ટ્રોફી જીતી લીધી છે.