AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 14: ફરી એક વખત ટીવી સ્ક્રીન પર સવાલો સાથે આવી રહ્યા છે અમિતાભ, આ દિવસથી શરૂ થઈ રહ્યું છે ‘KBC 14’નું રજિસ્ટ્રેશન

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) કોવિડ દરમિયાન જ KBCની સિઝન 13માં તેમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. એટલું જ નહીં, તે કોરોનાનો શિકાર પણ બની ગયા હતા, પરંતુ તેમ છતાં તેણે ફરીથી તેનું શૂટિંગ ખૂબ કાળજીથી પૂર્ણ કર્યું.

KBC 14: ફરી એક વખત ટીવી સ્ક્રીન પર સવાલો સાથે આવી રહ્યા છે અમિતાભ, આ દિવસથી શરૂ થઈ રહ્યું છે 'KBC 14'નું રજિસ્ટ્રેશન
kbc
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 3:28 PM
Share

અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ફેમસ શો ‘KBC’ની 14મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ઘણા લોકો આ રમત જીતવા આવે છે. કેટલાક જીતે છે અને કેટલાક હારે છે, પરંતુ અમિતાભના પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી. લોકોને આ શો ખૂબ જ ગમે છે. આ શો દ્વારા સ્પર્ધકોને અમિતાભ સાથે હોટ સીટ પર બેસીને રમવાનો મોકો મળે છે અને તેઓ અહીંથી સારી એવી રકમ પણ જીતી શકે છે. ઘરે બેઠા દર્શકો પણ પ્રશ્નનો જવાબ આપીને લાખોમાં સરળતાથી કમાણી કરી શકે છે. તો હવે તમે પણ તૈયાર થઈ જાઓ. આ શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં શોના રજિસ્ટ્રેશન (Registration) વિશે માહિતી આપવામાં આવી છે.

‘KBC 14’નો પ્રોમો રિલીઝ

આ પ્રોમોમાં બે અલગ-અલગ કપલ બતાવવામાં આવ્યા છે. જેઓ રાત્રે સૂતી વખતે સપના જોતા હોય છે. વીડિયોના પહેલા ભાગમાં એક યુવક દંપતી તેની પત્નીને સુતા-સુતા કહે છે કે, અરે શાંતા, જુઓ, તે વહેલી સવારે આવશે. જ્યારે અમે તારા માટે બિલ્ડિંગ બનાવીશું અને આપણા બાળકો વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જશે અને આપણે સ્વિટ્ઝર્લૅન્ડના મેદાનોમાં ફરવા જઈશું. આના પર પત્ની કહે છે, ચાલ જુઠ્ઠા. આ પછી એક વૃદ્ધ દંપતીને બતાવવામાં આવે છે. જેમાં તેઓ ફરીથી એ જ વાતોનું પુનરાવર્તન કરે છે પરંતુ આ વખતે પત્ની ગુસ્સે થઈ જાય છે. આમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી બંને માત્ર સપના જ જોતા રહે છે. તેમના જીવનમાં કોઈ ફેરફાર નથી થઈ શકતા. પછી, પ્રોમોના અંતે, અમિતાભ બચ્ચન આવે છે અને કહે છે, ‘સપનું જોઈને ખુશ ન થાઓ… પૂરા કરવા માટે ફોન ઉપાડો. 9મી એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ રહ્યા છે મારા સવાલો અને KBC રજિસ્ટ્રેશન માત્ર સોની પર.

‘KBC 14’નો નવો પ્રોમો અહીં જુઓ

આ પ્રોમો શેયર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘KBC 14 રજીસ્ટ્રેશન 9 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી અમારા પ્રશ્નો અને તમારા સપના પૂરા કરવાની તમારી સફર સાથે શરૂ થશે.’ તો જો તમે પણ ઈચ્છો છો કે અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસીને અને આ ગેમ શો રમીને, તમારે હવેથી તેના માટે તૈયારી કરવી પડશે. જેથી કરીને તમે યોગ્ય પ્રશ્નોના જવાબ આપીને આ શો સુધી પહોંચી શકો.

કોવિડ દરમિયાન પૂર્ણ થયું હતું ‘KBC 13’નું શૂટિંગ

અમિતાભ બચ્ચને કોવિડ દરમિયાન જ KBCની સીઝન 13માં તેમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. એટલું જ નહીં, તે કોરોનાનો શિકાર પણ બન્યા હતા, પરંતુ તેમ છતાં તેણે ફરીથી તેનું શૂટિંગ ખૂબ કાળજીથી પૂર્ણ કર્યું. આ સિઝનમાં દરેકને એક અંતરે બેસાડ્યા હતા અને શો માંથી ઓડિયન્સ પોલની સુવિધા પણ દૂર કરવામાં આવી હતી. જો કે, પાછળથી દર્શકોના આગમન પછી બધું સામાન્ય થઈ ગયું.

આ પણ વાંચો: VIDEO: હરભજન સિંહના બોલ પર KBC 13ના સ્ટેજ પર અમિતાભ બચ્ચને ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ, પઠાણે આ રીતે કરી મજાક

આ પણ વાંચો: KBC 13: ‘તારક મહેતા’ની મોટી સ્ટારકાસ્ટ જોઈને મૂંઝવણમાં પડ્યા બિગ બી, બાપુજીને પૂછ્યા આ બે ગુજરાતી શબ્દોના અર્થ

g clip-path="url(#clip0_868_265)">