કપિલ શર્માએ ટ્રાફિક સિગ્નલ પર સામાન વેચતી મહિલાઓને પૂછ્યું ‘શું તમે મારો શો જુઓ છો?’ મળ્યો કંઈક આવો જવાબ

હાલમાં જ કોમેડિયન કપિલ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે, જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

કપિલ શર્માએ ટ્રાફિક સિગ્નલ પર સામાન વેચતી મહિલાઓને પૂછ્યું 'શું તમે મારો શો જુઓ છો?' મળ્યો કંઈક આવો જવાબ
Kapil Sharma (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 11:38 AM

કપિલ શર્માએ (Kapil sharma) પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા છે. તેણે શોમાં સ્ટેન્ડ-અપ કોમેડીથી તેની શરૂઆત કરી હતી અને આજે તે પોતાનો શો (kapil sharma show) ચલાવે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આ શોથી કપિલે દરેક લોકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. તેમણે ગરીબોથી લઈને મોટી હસ્તીઓમાં પોતાનીએક ઓળખ ઉભી કરી દીધી છે. જેની સાબિતીનો વીડિયો હાલમાં જ વાયરલ થયો છે.

વીડિયોમાં કપિલ ટ્રાફિક સિગ્નલ પર સામાન વેચતી મહિલાઓને પૂછે છે કે શું તમે ‘ધ કપિલ શર્મા શો’ જુઓ છો? તો બંને મહિલાઓ ખુશીથી કહે છે કે હા, જોઈએ છીએ. જવાબમાં કપિલે પણ તેમનો આભાર માન્યો અને કહ્યું, ‘તમારા પ્રેમ માટે આભાર. સાલ મુબારક.’

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
View this post on Instagram

A post shared by ETimes TV (@etimes_tv)

કપિલ શર્મા તેની કરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર તેના શો ‘Kapil Sharma: I’am not done yet’ માં જોવા મળશે, જ્યાં તે દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. કદાચ તે પોતાના જીવનના ઉતાર-ચઢાવને પણ રમુજી રીતે રજૂ કરશે. આ શો 28 જાન્યુઆરી 2022ના રોજ પ્રસારિત થશે.

કપિલે તાજેતરમાં જ તેના આગામી શોનો પ્રોમો શેર કર્યો હતો, જેમાં તેણે નશાની હાલતમાં કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી અને તેના પર ઘણો હોબાળો થયો હતો, ત્યારે તેણે કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે ટ્વીટ કરીને તે માલદીવ ભાગી ગયો હતો અને ત્યાં ગયો હતો અને કહ્યું હતું કે એક રૂમ આપો જ્યાં ઇન્ટરનેટ ન હોય. તે 8-9 દિવસ ત્યાં રહ્યો અને 9 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

તમને જણાવી દઈએ કે કપિલ સાથે ઘણા વિવાદો જોડાયેલા છે. આ ટ્વીટ સિવાય તેના કો-સ્ટાર સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથેના અણબનાવના પણ અહેવાલ હતા. વર્ષ 2015માં તેણે ક્રૂઝ પાર્ટીમાં નશાની હાલતમાં ખરાબ વર્તન કર્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

કપિલે ટીવી પર ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ જેવા સફળ શો કર્યા છે. તેણે ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા છે અને તેના બે બાળકો છે.

આ પણ વાંચો : Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર

આ પણ વાંચો : પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ

g clip-path="url(#clip0_868_265)">