‘બિગ બોસ 17’ના વિજેતાનું નામ લીક, અંકિતા કે અભિષેક નહીં પણ ‘આ’ સ્પર્ધક બનશે વિજેતા?
'બિગ બોસ 17' હાલમાં તેના અંતિમ તબક્કામાં છે અને દરેક સ્પર્ધક ટાઇટલ જીતવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. આ શોનો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ યોજાશે અને તે પહેલા સોશિયલ મીડિયા પર વિનરનું નામ લીક થઈ ગયું છે. ફેન્સ આ વિજેતાને અભિનંદન આપી રહ્યા છે.

બિગ બોસ એ ટેલિવિઝન પરનો સૌથી લોકપ્રિય અને તેટલો જ વિવાદાસ્પદ રિયાલિટી શો છે. હાલમાં આ શોની સત્તરમી સીઝન ચાલી રહી છે અને પ્રથમ એપિસોડથી દરરોજ નવા ડ્રામા જોવા મળી રહ્યા છે. આ સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે અને દરેકનું ધ્યાન તેના પર છે કે ક્યો સ્પર્ધક ટાઈટલ પર પોતાનું નામ નોંધાવશે.
હાલમાં અંકિતા લોખંડે, મુનવ્વર ફારૂકી, વિકી જૈન, અભિષેક કુમારને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેવી જ રીતે ‘બિગ બોસ 17’ના વિજેતાનું નામ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું છે. આ નામ સામે આવ્યા બાદ નેટીઝન્સે સ્પર્ધકને શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું છે.
વિજેતા સ્પર્ધકને મળેલા મતોના આધારે નક્કી કરવામાં આવે છે
બિગ બોસ શો તેના અંતિમ તબક્કામાં છે અને દરેક સ્પર્ધક પોતપોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિ બિગ બોસ ટ્રોફી જીતવા માંગે છે અને કેટલાકે આ કારણે પોતાની રમત પણ બદલી નાખી છે. વિજેતા સ્પર્ધકને મળેલા મતોના આધારે નક્કી કરવામાં આવે છે.
બિગ બોસના ઘરમાં એક સ્પર્ધકને ચાહકો તરફથી સતત સારા વોટ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્પર્ધક ટાઈટલ જીતશે. સોશિયલ મીડિયા પર લીક થયેલા વિજેતાનું નામ અંકિતા લોખંડે, વિકી જૈન કે અભિષેક કુમાર નહીં પરંતુ મુનાવર ફારૂકી છે.
Inside sources have confirmed that #MunawarFaruqui is lifting #BiggBoss17 Trophy on 28th January.
SAVE THE TWEET!
— Khabri (@real_khabri_1) January 9, 2024
(Credit Source : @real_khabri_1)
મુનવ્વરની બહેન આવશે મળવા
લખવામાં આવ્યું છે કે મુનવ્વર ફારૂકી 28મી જાન્યુઆરીએ બિગ બોસના વિજેતા બનશે. આ ટ્વીટ બાદ મુનવ્વરના ફેન્સ ઘણા ખુશ છે. ઘણા લોકોએ તેને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ માહિતી કેટલી સાચી છે તે દર્શકો ગ્રાન્ડ ફિનાલેમાં જ સમજી શકશે. બિગ બોસના ઘરમાં હાલમાં ફેમિલી વીક ચાલી રહ્યું છે. અત્યાર સુધી વિકી જૈન અને અંકિતા લોખંડેની માતા શોમાં આવી ચૂકી છે. તો આગામી એપિસોડમાં મુનવ્વરની બહેન બિગ બોસના ઘરમાં તેને મળવા આવશે.
મુનવ્વર સ્ટેન્ડઅપ કોમેડિયન અને રેપર
મુનવ્વર ફારૂકી પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન અને રેપર છે. અગાઉ 2022માં તેણે કંગના રનૌતના શો ‘લોક અપ’નું ટાઈટલ જીત્યું હતું. મુનવ્વર મૂળ ગુજરાતના જૂનાગઢનો છે. દેવું અને ઘરની આર્થિક સ્થિતિના કારણે તેણે નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને કામ કરવાનું શરૂ કર્યું હતું.
મુનવ્વર 14 વર્ષનો હતો ત્યારે તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ પછી તે મુંબઈ આવીને રહેવા લાગ્યો. વર્ષ 2020થી તેના સ્ટેન્ડઅપ કોમેડી વીડિઓઝ અને ગીતો નેટીઝન્સમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.