AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રથમ સિઝનની સફળતા બાદ હવે ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ આવશે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શરૂ

શાર્ક ટેન્ક ઇન્ડિયાની સીઝન 1 રણવિજય (Ranvijay Singha) દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ શો અમેરિકન બિઝનેસ રિયાલિટી શો 'શાર્ક ટેન્ક'નું ભારતીય વર્ઝન છે. નેટિઝન્સમાં આ શો ઘણો લોકપ્રિય બન્યો છે.

પ્રથમ સિઝનની સફળતા બાદ હવે 'શાર્ક ટેન્ક ઈન્ડિયા 2' આવશે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શરૂ
Shark Tank India Season 1 (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:59 PM
Share

સીઝન 1 ની શાનદાર સફળતા પછી, શાર્ક ટેન્ક ઈન્ડિયા (Shark Tank India Season 2) સોની ટીવી (Sony TV) પર નવી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે આ વિશેની સત્તાવાર માહિતી શેર કરી છે. આ શો સાથે સંબંધિત લેટેસ્ટ પ્રોમોમાં જણાવવામાં આવ્યું છે કે, શાર્ક ટેન્ક ઈન્ડિયા માટે નોંધણી હવે શરૂ થઈ ગઈ છે અને તેમના વ્યવસાય માટે બિગ પ્રાઈઝ જીતવા ઈચ્છુક લોકો સોની ટીવી દ્વારા આપવામાં આવેલી લિંક પર તેમના બિઝનેસ આઈડિયાની નોંધણી કરાવી શકે છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

આ રજિસ્ટ્રેશનની લિંક સોની ટીવીના એકાઉન્ટની બાયોમાં પણ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા 2નો પ્રોમો શેર કરતાં સોની ટીવીએ કેપ્શનમાં લખ્યું કે, “શું તમે નવા બિઝનેસમેન છો? જો હા, તો આ શો તમારા માટે તમારા આઈડિયાને બિઝનેસ જગતમાં એક મોટી બ્રાન્ડ બનાવીને સફળતા હાંસલ કરવાની સુવર્ણ તક છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા માટે સોની ટીવી પર નોંધણી શરૂ થઈ ગઈ છે. નોંધણી કરવા માટે, સોનીલીવ એપ ડાઉનલોડ/અપગ્રેડ કરો અને વ્યવસાયિક વિચારની નોંધણી કરવા માટે આ પૃષ્ઠના બાયોમાં આપેલ લિંક પર ક્લિક કરો, કારણ કે, નોંધણી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે.”

જાણો આ શોમાં શાર્ક કોણ હતું ?

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવર, જેઓ BharatPeના સ્થાપક છે. આ ઉપરાંત, વિનીતા સિંઘ, સુગર કોસ્મેટિક્સના સહ-સ્થાપક અને CEO, પીયૂષ બંસલ, Lenskart.comના સ્થાપક અને CEO, નમિતા થાપર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Emcure ફાર્માસ્યુટિકલ્સ, shadi.comના સ્થાપક અનુપમ મિત્તલ, મામાઅર્થની ગઝલ અલગ, બોટના સહ-સ્થાપક અમન ગુપ્તાએ શોની પ્રથમ સિઝનમાં શાર્કની ભૂમિકા ભજવી હતી.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ શોની બીજી સીઝન 2માં શાર્ક જોવા મળશે કે પછી આ જવાબદારી કોઈ અન્યને સોંપવામાં આવશે.

વિદેશી શોનું ભારતીય વર્જન છે ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’

શાર્ક ટેન્ક ઈન્ડિયા એ વિદેશી રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક’નું ભારતીય વર્જન છે. આ શોમાં શાર્ક તરીકે પસંદ કરાયેલા ઉદ્યોગપતિઓ તેમને રજૂ કરેલા વિચારોમાં રોકાણ કરે છે. ભલે શાર્ક ટેન્ક ઈન્ડિયા ટીઆરપી ચાર્ટ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી, પરંતુ આ શો સોશિયલ મીડિયા પર ઘણો સુપરહિટ સાબિત થયો હતો. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વાયરલ વિડિયોની સાથે શાર્ક ટેન્ક ઈન્ડિયા અને તેમની શાર્ક પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા, જેને ચાહકોએ ખૂબ એન્જોય કર્યા હતા.

આ પણ વાંચો – Technology: કોઈ ખાસ વ્યક્તિએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે ! તમે આ યુક્તિનો ઉપયોગ કરીને કરો અનબ્લોક

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">