Comedian Controversy : રણવીર અલ્લાહબાદિયા બાદ કપિલ શર્મા પણ વિવાદમાં, જૂનો વીડિયો વાયરલ થયો
સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયાના સ્ટેન્ડઅપ કોમેડી વિવાદ વચ્ચે કપિલ શર્માનું નામ પણ સામે આવ્યું છે. કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માતા-પિતા પર કોમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી રણવીર અલ્લાહબાદિયા પોતાના નિવેદનને લઈ વિવાદમાં છે. હવે સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાથી શરુ થયેલો વિવાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. સમય રૈના અને રણવીર અલ્લાબાદિયા લોકોના નિશાને છે. સતત તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વચ્ચે પોતાની કોમેડિને લઈ કપિલ શર્મા ખુબ ફેમસ છે. કોમેડિયનના જોકસ પર કેટલીક વખત ચર્ચામાં આવ્યા છે.
હવે સમય અને રણવીર બાદ કપિલ શર્મા પણ વિવાદમાં આવ્યો છે. કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કપિલ શર્મા મજાકના અંદાજમાં કબડ્ડી રમવાને લઈ અભદ્દ ટિપ્પણી કરે છે. આ જોક્સ બાદ લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.
Kapil Sharma did a #RanveerAllahbadia before #indiagotlatent Watch this video till the end …. pic.twitter.com/uEDSujmECs
— Redditbollywood (@redditbollywood) February 12, 2025
સતત વિવાદ વધી રહ્યો છે
હવે આ વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદને લઈ બોલિવુડ સ્ટારથી લઈ રાજકારણીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વશર્માથી લઈ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આના પર કાર્યવાહી કરવાની વાત કરી છે. હવે આ વિવાદમાં કપિલ શર્માનું નામ પણ સામે આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે, કપિલ શર્માની મુશ્કેલી કેટલી વધે છે.
View this post on Instagram
રણવીર અલ્લાહબાડિયા અને સમય રૈના સાથે જોડાયેલા મુદ્દા વચ્ચે કપિલ શર્માનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કપિલે તેના શોના એક એપિસોડમાં માતાપિતા પર મજાક કરી હતી. વીડિયો જોયા પછી, યુઝર્સ પૂછી રહ્યા છે કે કપિલ સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી?