Birthday Special: 12 વર્ષની ઉંમરમાં ‘શાકા લાકા બુમ બુમ’માં નજરે આવી હતી જેનિફર, કંઈક આવી છે લાઈફ
નાના પડદાની જાણીતી એક્ટ્રેસ જેનિફર વિંગેટ (Jennifer Winget) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. એક્ટિંગથી લાખો લોકોનું દિલ જીતનારી જેનિફર આજે એટલે કે 30 મેના રોજ 36મો બર્થડે મનાવી રહી છે.
Birthday Special: નાના પડદાની જાણીતી એક્ટ્રેસ જેનિફર વિંગેટ (Jennifer Winget) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. એક્ટિંગથી લાખો લોકોનું દિલ જીતનારી જેનિફર આજે એટલે કે 30 મેના રોજ 36મો બર્થડે મનાવી રહી છે. 30મે 1985માં ગોરેગાંવ મુંબઈમાં જન્મેલી જેનિફરની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
જેનિફર સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેને ખૂબસૂરતીની સાથે-સાથે એક્ટિંગથી પણ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. બધા જ શોમાં તેની એક્ટિંગ બહેતરીન હોય છે. પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરો તો તેને ઘણી સફળતા મળી હતી. અભિનેત્રીએ એક કરતા વધુ ટીવી શોમાં કામ કર્યું છે તો આજે તેના બર્થડેના દિવસે જણાવીશું તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે.
જેનિફરની માતા પંજાબી છે અને પિતા મરાઠી ક્રિશ્ચિયન છે. તેને 12 વર્ષની ઉંમરે ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2000માં ‘શાકા લકા બૂમ બૂમ’માં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. આ શોમાં તેેને પિયાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે કુસુમ, કોઈ દિલ મેં હૈ, કસૌટી જિંદગી કી જેવી ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
જેનિફરે ટીવી સિરિયલો સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આમિર ખાનની ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ અને વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘કુછ ના કહો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. જેનિફર તે સમયે 17 વર્ષની હતી. આ સિવાય તેણે ‘રાજા કી આયેગી બારાત’ અને ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આ સાથે જેનિફરે ‘દિલ મિલ ગયે’, ‘સરસ્વતીચંદ્ર’, બેહદ’ અને ‘બેપનાહ’ જેવા ટીવી શોથી ઘર-ઘરમાં ઓળખ બનાવી હતી. અભિનેત્રીએ અલ્ટ બાલાજીની વેબ સીઝર ‘કોડ એમ’માં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ’50 સૌથી સેક્સી એશિયન મહિલાઓના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેનિફર તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવી હતી. તેને 9 એપ્રિલ, 2012ના રોજ ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર તેને કરણને દિલ મિલ ગયેના સેટ પર બધાની સામે થપ્પડ મારી દીધી હતી, કારણ કે તે તેની સાથે બીજી યુવતી માટે ધોખો આપી રહ્યો હતો. જેનિફર અને કરણસિંહ ગ્રોવરના 2014માં છૂટાછેડા થયા હતા. જ્યારે છૂટાછેડા પછી કરણે બિપાશા સાથે લગ્ન કર્યા હતા, જેનિફર હજી સિંગલ છે.
આ પણ વાંચો: Anurag Kashyapની લેટેસ્ટ તસ્વીર જોઈને થઇ જશો હેરાન, દીકરીએ શેર કરી તસ્વીર