Bigg Boss 18 : સલમાન ખાનના શોમાં પ્રથમ એલિમિનેશન થયું, આ સભ્ય બહાર થયો

|

Oct 14, 2024 | 3:19 PM

બિગ બોસ 18નો પહેલો વીકએન્ડ કા વાર માટે સલમાન ખાનના ચાહકો ખુબ ઉત્સુક હતા. સાથે એ જાણવા માટે પણ ઉત્સુક હતા કે, બિગ બોસના ઘરમાંથી પહેલા કોણ બહાર થયું છે. તો ચાલો જાણીએ આખરે પહેલા જ વીકએન્ડ કા વારમાં બિગ બોસમાંથી કોણ આઉટ થયું છે.

Bigg Boss 18 :  સલમાન ખાનના શોમાં પ્રથમ એલિમિનેશન થયું, આ સભ્ય બહાર થયો

Follow us on

કલર્સ ટીવીનો રિયાલિટી શો બિગ બોસ 18ના ઘરમાંથી એક ખેલાડી ઓછો થયો છે. સલમાન ખાને વીકએન્ડ કા વારમાં બિગ બોસના ઘરમાંથી સ્પર્ધકને ઘરની બહાર કર્યો છે. તેનું નામ ગદર્ભ છે. આ વખતે એલિમેશનનમાં જે ખેલાડીઓના નામ હતા. તેમાં અવિનાશ પાંડે, ગણરત્ન સદાવર્તે, કરણવીર મેહરા અને મુસ્કાન બામનેનું નામ સામેલ હતું પરંતુ બિગ બોસની ટીમે આ 5 સ્પર્ધકોને સુરક્ષિત રાખ્યા હતા અને ગદર્ભને બિગ બોસમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પેટાની અપીલ બાદ મેકર્સે આ નિર્ણય લીધો છે.

 

Cashews : કાજૂ પોષક તત્ત્વોથી છે ભરપૂર, પરંતુ કેટલી માત્રામાં ખાવા તે નિષ્ણાંતો પાસેથી જાણો
ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video

 

બિગ બોસમાં 19મો સ્પર્ધક

જ્યારથી સલમાન ખાનના શોમાં ગદર્ભના નામની જાહેરાત થઈ છે. તે બિગ બોસમાં 19મો સ્પર્ધક હતો, ત્યારે સૌ કોઈ તેની મજાક ઉડાવતા હતા. ગદર્ભ એક અઠવાડિયું બિગ બોસના ઘરમાં રહ્યો છે. અંતે બિગ બોસના ગાર્ડનમાં પેટાનું રહેવાસ સ્થાન હતુ. તેને લઈ પેટાએ બિગ બોસના મેકર્સ અને સલમાન ખાનને અપીલ કરી કે, તે આ જાનવરનો ઉપયોગ હસી-મજાક માટે ન કરો. આવી રીતે જાનવરોના ઉપયોગ કોઈના મનોરંજન માટે કરવું તે ખુબ ખોટી વાત છે.

પેટાએ કરી હતી અપીલ

બિગ બોસના ઘરમાં 24 કલાકે ઉભા રહેનાર ગદર્ભની હાલત જોયા બાદ પેટાએ કહ્યું કે, બિગ બોસ 18માં સામેલ કરાયેલા ગદર્ભને જોયા બાદ અમે અનેક ફરિયાદ

પેટાએ કરી હતી અપીલ

બિગ બોસના ઘરમાં 24 કલાક ઉભા રહેનાર ગદર્ભની હાલત જોયા બાદ પેટાએ કહ્યું હતુ કે, બિગ બોસ 18માં સામેલ કરાયેલા ગદર્ભને જોયા બાદ અમને ફરિયાદ છે કે, ગદર્ભનો ઉપયોગ આ રીતે મનોરંજન માટે કરવો તે પરેશાનીની વાત છે. અમે ગદર્ભને થઈ રહેલા ટ્રોમા અને પરેશાનીઓને નજરઅંદાજ કરી શકતા નથી. પેટાએ આ દરમિયાન અપીલ કરી હતી કે, મેકર્સ ગદર્ભને તેમને સોંપી દે, તે અન્ય ગદર્ભ સાથે તેને રાખે. પરંતુ ચેનલ કે પછી સલમાન ખાન તરફથી પેટાની આ અપીલનો કોઈએ જવાબ આપ્યો નહિ. પરંતુ હવે લાગી રહ્યું છે કે, તેમણે પેટાની વાત માનલી અને નોમિનેશન વગર ગદર્ભને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

Next Article