AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 : એક અઠવાડિયામાં બિગ બોસ હાઉસની બહાર જશે સાજિદ ખાન? સલમાન ખાને પણ આપી મંજૂરી !

બિગ બોસ 16 (Bigg Boss 16) સતત વિવાદોનો સામનો કરી રહ્યું છે. શોમાં સાજિદ ખાનની એન્ટ્રી પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેના કારણે મેકર્સે મોટો નિર્ણય લેવાનું વિચાર્યું છે. બિગ બોસના મેકર્સ પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેઓ જલ્દીથી જલ્દી ઘરની બહાર નીકળી જાય.

Bigg Boss 16 : એક અઠવાડિયામાં બિગ બોસ હાઉસની બહાર જશે સાજિદ ખાન? સલમાન ખાને પણ આપી મંજૂરી !
sajid khan salman khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 10:07 PM
Share

નાના પડદાનો સૌથી ફેમસ શો બિગ બોસ (Bigg Boss 16) દર વખતે ચર્ચામાં રહે છે. શોને લઈને હંમેશા કોઈને કોઈ વિવાદ થતો રહે છે અને શો સાથે જોડાયેલા સ્પર્ધકો પણ ચર્ચાનો હિસ્સો બને છે. આવી પરિસ્થિતિમાં આ વખતે બિગ બોસ 16માં સાજિદ ખાનની (Sajid Khan) એન્ટ્રીને લઈને હોબાળો થઈ રહ્યો છે. ‘મીટૂ મૂવમેન્ટ’માં અનેક આરોપોમાં ઘેરાયેલા સાજિદ ખાનને ઘરમાં જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. શોમાંથી ઘણી એક્ટ્રેસે સાજિદ ખાનને ઘરમાંથી બહાર કાઢવાની માંગ કરી છે.

શોના હોસ્ટ સલમાન ખાને પણ આ માંગને સ્વીકારી લીધી

બિગ બોસના મેકર્સ પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેઓ જલ્દીથી જલ્દી ઘરની બહાર નીકળી જાય. શર્લિન ચોપરાથી લઈને ઉર્ફી જાવેદ, સોના મહાપાત્રા, કનિષ્કા સોની, દેવોલિના ભટ્ટાચાર્જી, ગૌહર ખાન અને મંદાના કરીમી સહિત ઘણી એક્ટ્રેસે સાજિદ સામે અવાજ ઉઠાવ્યો છે. જો બિગ બોસના નજીકના સૂત્રોનું માનીએ તો સાજિદ એક વીકની અંદર શોમાંથી બહાર થઈ શકે છે. જેમાં ખાસ જાણકારી એ છે કે શોના હોસ્ટ સલમાન ખાને પણ આ માંગને સ્વીકારી લીધી છે.

સુપરસ્ટાર સલમાન ખાનના નજીકના લોકો કહે છે કે આ સમય સલમાન માટે ખૂબ જ નાજુક છે, કારણ કે તે સાજિદની બહેન ફરાહ ખાનની ખૂબ જ નજીક છે. તેણે સલમાન પાસે મદદ માંગી હતી, જે સલમાન ખાને પુરી પણ કરી, એ જાણીને કે પરિણામ ખોટું પણ આવી શકે છે.

સલમાન ખાનને કાનૂની નોટિસ મોકલવામાં આવી

તમને જણાવી દઈએ કે, સાજિદ ખાન છેલ્લા કેટલાક વર્ષોમાં #MeToo હેઠળ ઘણા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે અને પીડિતોમાંથી એક શર્લિન ચોપરા હતી, જેણે ફિલ્મ નિર્માતા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મળતી માહિતી મુજબ શર્લિન ચોપરાએ કલર્સ ચેનલ અને શોના હોસ્ટ સલમાન ખાનને કાનૂની નોટિસ મોકલી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ વાત જણાવી હતી કે સાજિદ ખાનને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવા માટે તેના વકીલો તરફથી ‘બિગ બોસ’ બનાવનારી કંપની ‘એન્ડમોલ શાઈન પ્રાઈવેટ ઈન્ડિયા લિમિટેડ’ અને સલમાન ખાનને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">