AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 : કનિષ્ક સોનીએ સાજિદ ખાનને લઈ કર્યો મોટો ખુલાસો, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કનિષ્ક સોનીએ સાજિદ ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા તેણે પોતાની સાથે બનેલી MeTooની સ્ટોરી જણાવી હતી પરંતુ કોઈનું નામ જાહેર કર્યું ન હતું.

Bigg Boss 16 : કનિષ્ક સોનીએ સાજિદ ખાનને લઈ કર્યો મોટો ખુલાસો, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
કનિષ્ક સોનીએ સાજિદ ખાનને લઈ કર્યો મોટો ખુલાસો, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડયો Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 2:46 PM
Share

Bigg Boss 16: ‘દિયા ઔર બાતી હમ’ ફેમ કનિષ્ક સોનીએ હાલમાં જ એક ખુલાસો કર્યો છે. શર્લિન ચોપરા અને મંદાના કરીમીની જેમ કનિષ્કે (Kanishka Soni) પણ સાજિદ ખાન પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. હવે ધીમે ધીમે તમામ મહિલાઓ MeToo મૂવમેન્ટના આરોપી પ્રોડ્યુસર સાજિદ ખાન વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. કનિષ્કનું કહેવું છે કે, સાજિદે  (Sajid Khan) તેને પોતાના ઘરે બોલાવી હતી. કનિષ્કે થોડા મહિના પહેલા જ આ બાબતે ખુલાસો કર્યો હતો. પરંતુ તે સમયે અભિનેત્રીએ નિર્માતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, હવે બિગ બોસ 16માં એન્ટ્રી લીધા બાદ, કનિષ્કે પણ સાજિદ સામે ચાલી રહેલી લડાઈ અંગે દરેકની જેમ ખુલાસો કર્યો છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ પર કનિષ્કાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સાજિદ ખાનને લઈ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા મેં એક ઈન્ટરવ્યુ આપ્યું હતુ તેમાં મે એક પ્રોડ્યુસર ડાયરેક્ટર છે તેણે મને ઘરે બોલાવી હતી અને મને કહ્યું હતુ કે, તારું પેટ દેખાડ સાથે મે એ પણ કહ્યું હતુ કે, હું પ્રોડ્યુસર ડાયેરક્ટર કે પછી મ્યુઝિક કમ્પોઝરનું નામ લેવા માંગતી નથી પરંતુ હવે મને ખબર પડી કે, મે જેના વિશે વાત કરી હતી જેમાંથી એક ડાયરેક્ટર બિગ બોસમાં આવ્યો છે.

ભારત આવવાનો પણ ડર લાગે છે

આગળ કનિષ્કાએ કહ્યું કે, હું તેનું નામ લેવા માંગતી નથી પરંતુ આ નામ લેતા પહેલા હું ખુબ ડરી ગઈ છું મને ત્યારબાદ ભારત આવવાનો પણ ડર લાગે છે કારણ કે, આ આટલી પાવરફુલ પર્સનાલિટી છે કે, આ લોકો કાંઈ પર કરી શકે છે. લોકોને લાગે છે કે, જે પણ અભિનેત્રીઓ છે તે પ્રસિદ્ધિ માટે આવે છે. નામ લેતા પહેલા મને ડર લાગે છે પણ આજે મેં નક્કી કર્યું છે કે હું તમને એ વ્યક્તિનું નામ જણાવીશ.

સાજિદ ખાનને અભિનેત્રીને જુહુ ફ્લેટમાં બોલાવી હતી

ત્યારબાદ સાજિદ ખાને મને જુહૂના ફ્લેટમાં બોલાવી હતી. ત્યારે હું એક શરમાળ છોકરી હતી, ત્યારે મને કોઈના ઘરે જતા પણ ડર લાગતો હતો. તેમણે કહ્યું કે, તમારે ડરવાની જરુર નથી, હું મારી માતા સાથે ઘર પર રહુ છું મારી સાથે અન્ય લોકો પણ રહે છે ત્યારબાદ હું તેના ઘર પર ગઈ મે વિચાર્યું કે, ફિલ્મોમાં આવતા પહેલા રિસ્ક તો લેવું જ પડશે.

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">