Covid-19: ‘બિગ બોસ 14’ ફેમ નિક્કી તંબોલી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર માહિતી આપતા દરેકને માસ્ક પહેરવા કર્યો આગ્રહ

નિક્કી તંબોલીએ (Nikki Tamboli) જેવી જ કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી, તરત જ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની કોમેન્ટ કરવા લાગ્યા. લોકો તેમના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

Covid-19: 'બિગ બોસ 14' ફેમ નિક્કી તંબોલી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર માહિતી આપતા દરેકને માસ્ક પહેરવા કર્યો આગ્રહ
Nikki Tamboli Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:16 PM

ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ (Nikki Tamboli) હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તે કોરોના પોઝિટિવ (Covid Positive) છે. એવા રિપોર્ટસ્ સામે આવી રહ્યા છે કે નિક્કી તંબોલી અત્યારે આઈસોલેશનમાં છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. નિક્કીએ દરેકને કોવિડના નિયમોનું પાલન કરવા અને માસ્ક પહેરવા આગ્રહ કર્યો છે. નિક્કીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને તેના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. નિક્કી તંબોલીએ જેવી જ કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી, તરત જ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની કોમેન્ટ કરવા લાગ્યા. લોકો તેમના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

નિક્કી તંબોલીને થયો કોરોના

નિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘બધાને નમસ્કાર, મને વધુ લક્ષણો હોવાથી કોવિડ-19 માટે ટેસ્ટ કરાવ્યો હતો અને આની પુષ્ટિ થયા પછી મેં પોતાને ક્વોરેન્ટાઇન કરી લીધી છે અને હું તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહી છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ જલ્દીથી પોતાનો કોવિડ-19 ટેસ્ટિંગ કરાવી લે. હું લોકોને માસ્ક પહેરવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા આગ્રહ કરું છું.’

આ પણ વાંચો

અહીં જુઓ નિક્કી તંબોલીની લેટેસ્ટ પોસ્ટ

‘બિગ બોસ 14’માં જોવા મળી હતી નિક્કી તંબોલી

નિક્કી તંબોલી ‘બિગ બોસ 14’માં જોવા મળી હતી. આ શોમાં આવ્યા બાદ જ તે વધુ ફેમસ થઈ. નિક્કી તંબોલીને આ શોમાં તેના સારા એક્ટ માટે પસંદ કરવામાં આવી. આ શો પછી જ એક્ટ્રેસ નિક્કી તંબોલીનો કરિયર ગ્રાફ ઉંચાઈ પર ગયો હતો. આ પછી જ તે એક બીજો શો ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી હતી. પરંતુ આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયો અને ટીવી શોમાં પણ જોવા મળી છે.

હાલમાં જ પોતાને એક કાર આપી ગિફ્ટ

આ સિવાય હાલમાં નિક્કી તંબોલીએ પણ પોતાને એક કાર ગિફ્ટ કરી છે. આ ખુશખબર તેણે તેના ફેન્સ સાથે પણ શેર કરી છે. નિક્કી તેના પિતાનો હંમેશા તેને સપોર્ટ કરવા અને આજે તે જ્યાં છે તે સ્થાન આપવા બદલ આભાર માને છે. કાર સાથે તેની તસવીર પોસ્ટ કરતાં નિક્કી તંબોલીએ કહ્યું કે, ‘હું હંમેશા ઉઠવા અને પોતાને ક્યારેય નિરાશ ન કરવા હંમેશા આભારી છું અને હું હંમેશા તમારી દીકરી બનીને રહીશ.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">