AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સમાચાર પર અંકિતા લોખંડેએ આપ્યું રિએક્શન, કહ્યું- હું પ્રેમમાં માનું છું, પરંતુ…

અંકિતા લોખંડે અને વિક્કી જૈન લાંબા સમયથી સાથે છે. બંનેએ હંમેશા એકબીજા માટે પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે બંને તેમના સંબંધોને એક પગલું આગળ લઈ જવા માંગે છે.

બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સમાચાર પર અંકિતા લોખંડેએ આપ્યું રિએક્શન, કહ્યું- હું પ્રેમમાં માનું છું, પરંતુ…
Ankita lokhande- Vicky jain
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:36 AM
Share

અંકિતા લોખંડે (Ankita Lokhande) છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા આવતા મહિને તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન (vicky jain) સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નના સમાચાર પર હવે અંકિતાની પ્રતિક્રિયા સામે આવી છે. અંકિતાએ સ્પષ્ટ નથી કર્યું કે તે ક્યારે લગ્ન કરી રહી છે. જો કે તેણે ચોક્કસપણે કહ્યું કે તે લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ટૂંક સમયમાં એક પરિવાર કરવા માંગે છે.

એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું લગ્ન અને પ્રેમમાં ઘણો વિશ્વાસ કરું છું. જ્યારે બે લોકો સાથે રહે છે અને એક પરિવાર બનાવે છે તે ખૂબ જ સુંદર બાબત છે.

અંકિતાએ વધુમાં કહ્યું હતું કે, આ ભારતીય પરંપરાઓ છે. અહીં માત્ર છોકરો અને છોકરીના જ લગ્ન નથી થતા, પરંતુ 2 પરિવારો પણ મળે છે. મને તે ગમે છે અને જો મને આ સુંદર વસ્તુ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ.

તો શું તમને હવે આ તક મળી રહી છે? આના પર અંકિતાએ કહ્યું, હું ચોક્કસપણે લગ્ન કરવા માંગુ છું અને એક દિવસ તે ચોક્કસ થશે. મારે પત્ની બનીને કુટુંબ શરૂ કરવું છે.

એવા અહેવાલો છે કે અંકિતા આવતા મહિને એટલે કે ડિસેમ્બરના મધ્યમાં વિક્કી સાથે લગ્ન કરી શકે છે. જ્યારે અંકિતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું લગ્ન વિશે કે મારા અંગત જીવન વિશે વાત કરવા માંગતી નથી.

તમને જણાવી દઈએ કે અંકિતા અને વિક્કી વર્ષ 2017થી સાથે છે. સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા ખૂબ જ ભાંગી પડી હતી. પરંતુ વિક્કીના જીવનમાં આવ્યા બાદ તેના જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. અંકિતાએ સત્તાવાર રીતે વિક્કી સાથેના સંબંધોને સ્વીકારી લીધા છે. તે તેની સાથે વેકેશન અને ડેટ પર જતી રહે છે. આ સાથે જ અંકિતા સોશિયલ મીડિયા પર વિક્કી સાથેના રોમેન્ટિક ફોટા પણ શેર કરતી રહે છે.

રિપોર્ટ્સ અનુસાર, અંકિતા અને વિક્કીએ ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતા ગોવામાં તેની બેચલર પાર્ટી એન્જોય કરવા જઈ રહી છે. આ પછી તે 12 ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં વિક્કી સાથે સાત ફેરા લેશે. બંનેએ મહેમાનો માટે કેટલાક રૂમ પણ બુક કરાવ્યા છે. ટૂંક સમયમાં બધાને લગ્નના આમંત્રણો મોકલવામાં આવશે.

આ પણ વાંચો : રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

આ પણ વાંચો : UAE: ભારતીય વાયુસેનાના વિમાનોથી ગુંજી ઉઠ્યુ દુબઈનું આકાશ, વિદેશ પ્રધાન એસ જયશંકરે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">