KBC 14: પુત્ર અભિષેકને જોઈને અમિતાભ બચ્ચન થઈ ગયા ભાવુક, 80માં જન્મદિવસે મળી સરપ્રાઈઝ

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ટૂંક સમયમાં તેમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને કૌન બનેગા કરોડપતિ 14ની ટીમ તરફથી એક ખાસ સરપ્રાઈઝ આપવામાં આવશે.

KBC 14: પુત્ર અભિષેકને જોઈને અમિતાભ બચ્ચન થઈ ગયા ભાવુક, 80માં જન્મદિવસે મળી સરપ્રાઈઝ
amitabh bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 10:03 PM

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ દ્વારા દર્શકો સાથે જોડાયેલા છે. 11 ઓક્ટોબરે તેઓ તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના આગામી જન્મદિવસના આ ખાસ અવસર પર અમિતાભનો પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ‘કૌન બનેગા કરોડપતિ’માં સરપ્રાઈઝ ગેસ્ટ તરીકે જોવા મળશે. તેમની પત્ની જયા બચ્ચન પણ તેમના જન્મદિવસ પર આગામી એપિસોડમાં જોવા મળશે. સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ખાસ વીડિયો શેયર કર્યો છે.

અમિતાભ બચ્ચનને મળ્યું સરપ્રાઈઝ

વીડિયોમાં અમિતાભ બચ્ચન જેવા સ્પર્ધકોનો પરિચય આપવાના છે, ત્યારે સેટનું એલાર્મ વાગી જાય છે અને તે એલાર્મ સાંભળીને બિગ બી કહે છે કે આજની રમત ખૂબ વહેલી પૂરી થઈ ગઈ, જ્યારે અભિષેક બચ્ચન પાછળથી તેના પિતાનો ફેમસ ડાયલોગ બોલે છે. અભિષેક કહે છે કે “કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ.” અમિતાભ બચ્ચન પોતાના પુત્રને જોઈને ખૂબ જ ખુશ છે અને તેને ગળે લગાવે છે. આ ખાસ અવસર પર બિગ બી ભાવુક જોવા મળ્યા હતા.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

અહીં જુઓ અમિતાભ બચ્ચનનો વીડિયો

સોની ટીવીએ શેયર કર્યો વીડિયો

સોની ટીવીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે “કેબીસીના સ્ટેજની કેટલીક ખાસ ક્ષણો, જે દરેકના આંસુ લૂછે છે, આજે તે અમિતાભ બચ્ચનની આંખોમાં આંસુ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ 11 ઓક્ટોબરે રાત્રે 9:00 વાગ્યે માત્ર સોની ટીવી પર જુઓ. સોની ટીવીએ ત્રણેય બચ્ચનનો બીજો ફોટો શેયર કર્યો છે, જેમાં જયા બચ્ચન પણ અભિષેક અને અમિતાભનો હાથ પકડીને ઉભી જોવા મળે છે. આ શેયર કરેલ ખાસ ફોટોના કેપ્શનમાં લખ્યું છે, ‘ચાલો આપણે આપણા પ્રિય @AmitabhBachchan જીનો જન્મદિવસ ઉજવીએ, તેમને અમારી શુભેચ્છાઓ મોકલીએ.’

આજે પણ ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળે છે અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લાંબા સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેઓ લગભગ 53 વર્ષથી હિન્દી સિનેમાના કલાકાર તરીકે કામ કરી રહ્યા છે. તેમને અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. શોલે, દીવાર, કભી-કભી, કુલી, આજ કા અર્જુન, સુહાગ, જમીર, કાલિયા, અકબર એન્થની, નમક રામ, સૂર્યવંશમ જેવી ઘણી ફિલ્મોમાં તેમની એક્ટિંગ માટે જાણીતા અમિતાભ બચ્ચન આજે પણ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ અભિનેતાઓમાંના એક છે. પિંક, પીકુ, ગુલાબો સિતાબો જેવી ફિલ્મોમાં અભિનય કરીને તેણે એવો સંદેશ આપ્યો છે કે કલાકાર માટે ઉંમરથી કોઈ ફરક પડતો નથી.

g clip-path="url(#clip0_868_265)">