Bigg Boss 16: 15 વર્ષની ઉંમરમાં જેલથી લઈ યૌન શોષણના આરોપો સુધી, સાજીદ ખાનને કહેવામાં આવે છે કોન્ટ્રોવર્સી કિંગ

બિગ બોસની નવી સીઝન આવી ગઈ છે. વિવાદાસ્પદ ફિલ્મ નિર્દેશક સાજિદ ખાને બિગ બોસની આ 16મી સિઝનમાં એન્ટ્રી કરી છે. જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારથી તેઓ સતત ચર્ચામાં છે. સાજિદ ખાન બોલિવૂડના એવા નિર્દેશકોમાં આવે છે જે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહે છે.

Bigg Boss 16: 15 વર્ષની ઉંમરમાં જેલથી લઈ યૌન શોષણના આરોપો સુધી, સાજીદ ખાનને કહેવામાં આવે છે કોન્ટ્રોવર્સી કિંગ
ફિલ્મ નિર્દેશક સાજિદ ખાને બિગ બોસની આ 16મી સિઝનમાં એન્ટ્રી કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 11:38 AM

Bigg Boss 16:  ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ (Bigg Boss 16) આખરે શરૂ થઈ ગયો છે. આ જ કારણથી શો સાથે જોડાયેલ દરેક અપડેટ આ સમયે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. હાલમાં જ આ શોના સ્પર્ધકોનું લિસ્ટ સામે આવ્યું હતું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વખતે જ્યાં ઘણા ટીવી સેલેબ્સ આ શોમાં ભાગ લઈ રહ્યા છે, ત્યાં પ્રખ્યાત બોલિવૂડ ડિરેક્ટર અને ફરાહ ખાનનો ભાઈ સાજિદ ખાન (Sajid Khan) પણ આ વખતે BB હાઉસમાં બંધ થવા જઈ રહ્યો છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેક વ્યક્તિ સાજિદના જીવનના દરેક પાસાઓને જાણવા માટે આતુર છે. આવી સ્થિતિમાં, આજે આ અહેવાલમાં, અમે તમને નિર્દેશક સાજિદ ખાનના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરનાર સાજિદ ખાન

બોલિવુડના મશહુર નિર્દેશકોમાં એક સાજીદ ખાન કોઈ સાથે પરિચિત નથી. ડરના જરુરી હૈ, હે બેબી,હાઉસફુલ 2 જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરનાર સાજિદ ખાનની જીંદગી કંટ્રોવર્સી ભરેલી રહી છે. સાજિદ ખાન ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનનો નાનો ભાઈ છે. સાજિદ ખાન અંદાજે 6 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેના બાળપણમાં આવેલી તમામ મુશ્કિલો બાદ બંન્ને ભાઈ-બહેને બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી, તમને જણાવી દઈએ કે, બાળપણમાં બંન્નેએ ગરીબીમાં જીવન પસાર કર્યું હતુ. સાજિદ અને ફરાહના પિતા એક ફિલ્મ મેકર હતા પરંતુ સતત અસફળતાના કારણે તેણે દારુ પીવાનું શરુ કર્યું હતુ જેનાથી તેનું લીવર ખરાબ થયું હતુ. સાજિદે માત્ર 14 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા હતા.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

સાજિદ ખાન બિગ બોસના ઘરમાં સીગરેટ છોડવાની વાત કરી રહ્યો છે . ત્યારે જોવાનું રહેશે કે, તે આ આદત છોડશે કે નહિ

સાજિદ ખાન ધોરણ 10માં ત્રણ વખત નપાસ થયો હતો. એક શોમાં સાજિદ ખાને જણાવ્યું હતુ કે, અંદાજે 15 વર્ષની ઉંમરમાં જ તે જેલ જઈ ચૂક્યો હતો. તેણે કહ્યું કે, ફેન્ડ સાથે ફિલ્મ જોવા ગયો હતો ત્યારે પરત ફરતી વખતે તેઓ રેલ્વે ટ્રેક પરથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન બંન્ને પોલીસે ધરપકડ કરી હતી અને જેલ જવાનો વારો આવ્યો હતો.

બોલિવુડનો આ મશહુર નિર્દેશક ઈન્ડસ્ટ્રીમાં કોન્ટ્રોવર્સી કિંગના નામથી મશહુર છે. જેનું કારણ તેના પર લાગેલા તેના આરોપ છે. મી ‘ટુ’ મુવમેન્ટ પછી સાજિદ ખાનની કારકિર્દીને મોટો ઝટકો લાગ્યો હતો. સલોની ચોપરા, પ્રિયંકા બોસ, આહાના કુમરા જેવી ઘણી અભિનેત્રીઓ અને મોડલે સાજિદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">