AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાજોલનો બેયર ગ્રિલ્સના શોમાં ચોંકાવનારો ખુલાસો, અજય દેવગણને છે આ ગંભીર બિમારી

કાજોલ શોમાં અજય દેવગણ વિશે વાત કરતી જોવા મળે છે. વાસ્તવમાં કાજોલે શોમાં કહ્યું હતું કે 'અજય દેવગણ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો છે જેના વિશે ઘણા લોકોને ખબર નથી. તેમાંથી એક તે છે કે તેઓ એક શાનદાર કુક છે.

કાજોલનો બેયર ગ્રિલ્સના શોમાં ચોંકાવનારો ખુલાસો, અજય દેવગણને છે આ ગંભીર બિમારી
Ajay Devgn, Bear Grylls
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:12 AM
Share

ટૂંક સમયમાં બોલિવૂડના સિંઘમ અજય દેવગણ (Ajay Devgn) ઈન ટુ ધ વાઈલ્ડ વીથ બેયર ગ્રિલ્સ (Into The Wild With Bear Grylls)માં જોવા મળશે. વાસ્તવિક જીવનમાં ખતરો કે ખેલાડી બેયર ગ્રિલ્સ સાથે અજય દેવગણનું કોલોબ્રેશન જોવા માટે તેમના ચાહકો જ નહીં પરંતુ તેમની પત્ની અને સમગ્ર પરિવાર ઉત્સાહિત દેખાયો છે. શોમાં અજય દેવગણ માટે કંઈ એટલું સરળ નહોતું કારણ કે તે એક મોટી બિમારીથી પીડિત છે.

કાજોલે કર્યો અજયની આ સમસ્યાનો ખુલાસો

શોમાં અજય દેવગણ વિશે કાજોલ (Kajol) વાત કરતી જોવા મળે છે. વાસ્તવમાં કાજોલે શોમાં કહ્યું હતું કે ‘અજય દેવગણ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો છે જેના વિશે ઘણા લોકોને ખબર નથી. તેમાંથી એક તે છે કે તે એક શાનદાર કુક છે. બીજું એ કે અજયને બોર્ડરલાઈન OCD છે. આ સાથે આ OCDનો અર્થ સમજાવતા તેમણે કહ્યું કે અજયને આંગળીઓ વડે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવામાં સમસ્યા થાય છે.

અજયના મતે તેમને લાગે છે કે તેમની આંગળીઓમાંથી મહેક નથી જાતી. એટલું જ નહીં, તેમના પતિની નબળાઈ જાણતા હોવા છતાં તે શો દરમિયાન કહે છે કે હું અજયને એક ચેલેન્જ આપવા માંગુ છું કે તેમણે મહેક અથવા દુગઁધ વાળી દરેક વસ્તુને તેના હાથથી સ્પર્શ કરવો પડશે, પછી હું જોઉં છું કે તે તેના પર કેવી સફળ થઈ શકે છે કે નહીં. ‘

આટલું જ નહીં, તે વાતોથી અજય દેવગણની જબરદસ્ત મજાક કરે છે. હવે કાજોલે કરેલા ઘટસ્ફોટથી અજયના ઘણા ચાહકો ચોંકી ગયા છે કે આ સમસ્યા હોવા છતાં અજય બેયર ગ્રિલ્સ સાથે ટફ ચેલેન્જ કેવી રીતે કરશે. આમ તો શોના પ્રોમોમાં આપણે પહેલાથી જ અજય દેવગણનું તે સ્વરૂપ જોઈ ચૂક્યા છીએ જે જોયું ન હતું.

રોહિત શેટ્ટી થયા અજય દેવગણ પર ગુસ્સે

શો દરમિયાન અજયને માત્ર કાજોલ દ્વારા જ પડકારવામાં આવ્યો ન હતો, પરંતુ તેમના ખાસ મિત્ર રોહિત શેટ્ટીએ પણ તેમને એક પડકાર આપ્યો હતો. રોહિત શેટ્ટી (Rohit Shetty) એ પણ તેમને એક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું, ‘આ ઠીક નથી કર્યું બોસ તમે, મને છોડીને તમે બેયર સાથે ચાલ્યા ગયા … હુહહ! હવે લોકોએ તમને એટલા બધા સ્ટંટ કરતા જોયા છે આટલા વર્ષો સુધી તે પણ તે સમયથી જ્યારે કોઈ સ્પેશિયલ ઈફેક્ટસ નહોતા.

એક ચેલેન્જ આપું? કંઈક એવી વસ્તુ બનાવી દો કે તમે અને બેયર આ ટાપુમાંથી બહાર નીકળી શકો. પણ હા, ફિલ્મોની જેમ આ પણ બ્લોકબસ્ટર સ્ટંટ હોવો જોઈએ. ઓલ ધ બેસ્ટ… આ સિવાય અનિલ કપૂર પણ અજયના વખાણ કરે છે.

તમને જણાવી દઈએ કે આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં સપ્ટેમ્બરમાં થયું હતું. આની શૂટિંગ માટે અજય દેવગણ પોતાની ટીમ સાથે પુત્ર યુગને પણ લઈને ગયા હતા. ડિસ્કવરી પ્લસના એક્સક્લુઝિવમાં બેયર ગ્રિલ્સ અજય દેવગણ સાથે તેના પરિવાર, કારકિર્દી, જીવન અને શોમાંથી શીખેલા પાઠ વિશે વાત કરે છે.

આ પણ વાંચો :- ‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Radhe Shyam: પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે આપી ચાહકોને ખાસ ભેટ, શેર કર્યું વિક્રમાદિત્યના લુકનું ટીઝર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">